રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણમાં હવે બસપા પણ કુદી પડી છે.
મુખ્યમંત્રી અશોક ગહેલોતે રાજસ્થાનમાં ભાજપના કેન્દ્રીય મંત્રીએ સરકાર ઉથલાવવા પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરીને પૂરાવા રુપે એક ઓડિયો ટેપ જાહેર કરી હતી.જેની સામે ભાજપે ગેરકાયદે ફોન ટેપિંગનો આરોપ તો લગાવ્યો છે. હવે બસપા પ્રમુખ માયાવતીએ પણ કહ્યુ છે કે, ગહેલોટે ફોન ટેપિંગ કરીને ગેરકાયદેસર કૃત્ય કર્યુ છે.
માયાવતીએ કહ્યુ હતુ કે, બધા જાણે છે કે, પહેલા ગહેલોટે પક્ષ પલટા વિરોધી કાયદાનુ ખુલ્લુ ઉલ્લંઘન કર્યુ હતુ અને બસપા સાથે સતત બીજી વખત દગાબાજી કરીને પાર્ટીના ધારાસભ્યોનો કોંગ્રેસમાં સામેલ કરાવી દીધા હતા .હવે ખુલ્લેઆમ ફોન ટેપિંગનુ ગેરકાયદેસર કૃત્ય આચર્યુ છે.
માયાવતીએ આગળ કહયુ હતુ કે, જે રીતે રાજસ્થાનમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિ છે અને એક બીજા સાથે ખેંચતાણ ચાલી રહી છે તે જોતા રાજ્યપાલે અહીંયા તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.