અત્યંત ઘાતકી ગણાતા ચંદન ચોર વિરપ્પનની પુત્રીને ભાજપે બનાવી તામિલનાડુ યુવા મોરચાની ઉપાધ્યક્ષ

તામિલાનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ભાજપે અહીંયા કાર્યકારી સમિતિમાં મોટા ફેરફાર કર્યા છે.ભાજપે વિરપ્પનની પુત્રી વિદ્યા રાનીને ભાજપના યુવા મોરચાની ઉપાધ્યક્ષ બનાવી છે.

વિદ્યા આ જ વર્ષે ભાજપમાં જોડાઈ છે અને ગણતરીના સમયમાં તેને અપાયેલા મોટા પદના પગલે તેના તરફ સૌનુ ધ્યાન ખેંચાયુ છે.તામિલનાડુમાં એઆઈડીએમકે અને ડીએમકેનુ વર્ચસ્વ છે ત્યારે વિદ્યાએ આ બંને પાર્ટીઓને બાજુ પર મુકીને ભાજપ પર પસંદગી ઉતારી છે.

એક મીડિયા ઈન્ટરવ્યૂમાં વિદ્યાનુ કહેવુ હુત કે, હું પીએમ મોદીને પસંદ કરુ છું અને એ જ મારુ ભાજપમાં જોડાવા પાછળનુ કારણ છે.તેઓ હંમેશા એક્ટિવ રહેતા હોય છે.મારા માટે સન્માનની વાત છે કે, ભાજપે સામેથી મને પાર્ટીમાં જોડાવા માટે ઓફર કરી હતી.

વિદ્યાએ બીએ અને એલએલબી કર્યુ છે.વિદ્યાનુ કહેવુ છે કે, સમાજસેવામાં મને પહેલેથી જ રસ રહ્યો છે.વિરપ્પનની પુત્રી હોવાથી ઈમેજને નુકસાન થવા અંગે તેનુ કહેવુ છે કે, મારા પિતા કોણ હતા તે બધાને ખબર છે.તેમાં કશું હવે નવુ નથી.

ઉલ્લેખનીય છે કે, વિરપ્પન 1987માં દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.તે વખતે તેણે એક ફોરેસ્ટ ઓફિસરનુ અપહરણ કર્યુ હતુ .એક પોલીસ ટીમને ઉડાવી દીધી હતી અને તેમાં 22ના મોત થયા હતા.કન્નડ ફિલમોના સુપર સ્ટાર રાજકુમારનુ પણ તેણે અપહરણ કર્યુ હતુ.2004માં થયેલા એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.