કોરોનાનો હાહાકાર, બેંગ્લોરમાં અંતિમ સંસ્કાર માટે સ્મશાનની બહાર લાઈન

કોરોનાએ ભારતમાં પણ દિવસે ને દિવસે વધારે ભયાનક સ્વરુપ ધારણ કરવા માંડ્યુ છે.

મોટા શહેરોમાં સ્થિતિ વિકટ બની રહી છે.દેશના આઈટી હબ તરીકે ઓળખાતા બેંગ્લોરમાં તો કોરોનાથી એટલા મોત થયા છે કે, ઈલેક્ટ્રિક ચિતામાં મૃતદેહના અંતિમ સંસ્કાર  માટે સ્મશાન બહાર લાઈનો જોવા મળી હતી.

શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આવતી એમ્બ્યુલન્સો સ્મશાનની બહાર કતાર લગાવીને પોતાનો વારો આવે તેની રાહ જોતી હતી.જેથી અંદર જઈને ડેડ બોડી ઉતારી શકાય.

બેંગ્લોરમાં ઈલેક્ટ્રિક ચિતા ધરાવતા સ્મશાનમાં કોરોનાથી મોતને ભેટનારાના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે. જોકે સ્મશાનમાં કામ કરનારા લોકોનુ એમ પણ કહેવુ છે કે, કોરોનાથી મૃત્યુ પામનારાના અંતિમ સંસ્કાર બાદ બીજા મૃતદેહને લાવવામાં સમય લાગે છે. એટલે વધારે રાહ જોવી પડી છે.

કર્ણાટકમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 60000 પર પહોંચી ચુકી છે. સરકારના આંકડા પ્રમાણે અહીંયા 1240 લોકોના મોત થઈ ચુક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.