ચીન સીમા વિવાદ વચ્ચે વાયુસેના અધિકારીઓની બેઠક, બોર્ડર પર રાફેલ તૈનાતી પર થશે ચર્ચા

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલુ છે. એવામાં પૂર્વી લદ્દાખમાં ચીન સાથે LAC ની સ્થિતિ પર ચર્ચા કરવા માટે ભારતીય વાયુસેનાના ઉચ્ચ કમાન્ડર આ અઠવાડિયે બેઠક કરશે. આ સિવાય આ મહિનાના અંત સુધી ભારત પહોંચનાર રાફેલ યુદ્ધ વિમાનોના ઝડપી ઓપરેટિંગ સ્ટેશનને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

વાયુસેનાના અધિકારીઓએ કહ્યુ, ઉચ્ચ કમાન્ડર આ અઠવાડિયે 22 જુલાઈથી શરૂ થનારી બે દિવસીય કમાન્ડરના સંમેલનમાં મળશે જ્યાં તેઓ કેટલાક સુરક્ષા મુદ્દા પર વિચાર-વિમર્શ કરશે.

સૂત્રો અનુસાર વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાના નેતૃત્વમાં થનારી આ બેઠકનો મુખ્ય એજન્ડા ચીન સાથે સીમાઓ પર સ્થિતિ અને પૂર્વી લદ્દાખ અને ઉત્તરી સીમાઓમાં કરવામાં આવેલી ફોરવર્ડ તૈનાતી હશે.

આ બેઠકમાં સાત કમાન્ડર-ઈન-ચીફ સામેલ થશે. વાયુસેનાએ પોતાના આધુનિક બેડામાં હાજર વિમાન જેવા કે મિરાજ 2000, સુખોઈ-30, અને મિગ-29 ના તમામ યુદ્ધ વિમાનોને અદ્યતન અને ફોરવર્ડ બેઝ પર તૈનાત કર્યા છે. જ્યાંથી તે દિવસ અને રાત બંનેના ઓપરેશન કરી રહ્યા છે. અપાચે અટેક હેલિકોપ્ટરને ચીનની સીમા સાથે ફોરવર્ડ બેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે અને આ રાતના સમયે પણ પૂર્વી લદ્દાખના વિસ્તાર પર સતત ઉડાન ભરી રહ્યુ છે.

વાયુસેનાના ઉચ્ચ અધિકારી ફ્રાન્સથી આ મહિનાના અંત સુધી દેશમાં પહોંચનારા રાફેલ વિમાનની ઝડપી તૈનાતી અને સંચાલન પર પણ ચર્ચા કરશે. અધિકારીઓએ કહ્યુ કે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રના સૌથી અદ્યતન જેટ પોતાના પ્રતિકૂળ પરિસ્થિતિઓમા વાયુસેનાને પ્રોત્સાહન આપનારા છે કેમ કે તે સૌથી અદ્યતન હથિયાર પ્રણાલીઓથી સજ્જ છે.

તેમણે કહ્યુ કે ભારતની વિશિષ્ટ વૃદ્ધિ યુદ્ધ વિમાનની સાથે-સાથે લાંબા અંતરના હથિયાર જેવા મીટિઅર એર ટુ એર મિસાઈલ ભારતને ચીન અને પાકિસ્તાન સામે સક્ષમ કરશે. વાયુસેના રશિયા મૂળના વિમાનની સાથે ફ્રાંસીસી સેનાનીઓના એકીકરણ પર પણ કામ કરી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.