– સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટરની આત્મહત્યાની ચીમકી
– સિનિયર ડૉક્ટરો-પ્રોફેસરો દ્વારા પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી કોવિડ કામગીરી કરાવાય છે
અમદાવાદની કોવિડ હોસ્પિટલ બાદ સુરતની કોવિડ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોએ ઉગ્ર રોષ વ્યક્ત કરતા વિરોધ કર્યો છે.રેસિડેન્ટ ડોક્ટરની ફરિયાદ છેકે સિનીયર ડોકટરો દ્વારા પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી કોવિડ કામગીરી કરાવાય છે.
રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા લેખિત ફરિયાદમાં રજૂઆત કરાી છેકે સતત 14 દિવસ કોવિડમાં ફરજ બજાવવા છતાં તંત્ર દ્વારા ક્વોરન્ટાઈન કે રેસ્ટ માટે ધ્યાન અપાતુ નથી.ઉપરી તબબીઓ દ્વારા અમને સતત ફરજ બજાવવા માટે પરીક્ષામા નાપાસ કરવાની ધમકી અપાય છે.અમારૂ શોષણ થઈ રહ્યુ છે. સિનિયરો તપાસવા કે રાઉન્ડ લેવા એક પણ વાર આવતા નથી.
મહત્વનું છે કે સુરતમાં કોરોનાના કેસ વધતા રેસિડેન્ટ ડોક્ટરોની જવાબદારી વધારી દેવાઈ છે તેમજ સુરત સરકારી મેડિકલ કોલેજમાં યુજી મેડિકલના પણ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ કોવિડમાં ક્લિનિકલ ડયુટી સોંપી દેવાતા ભારે વિરોધ થયો હતો ત્યારે હવે સ્મીમેરમાં પણ રેસિડેન્ટ ડોક્ટરોએ ભારે વિરોધ કર્યો છે.
રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આ મુદ્દે અગાઉ પણ અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના પીજી વિદ્યાર્થીઓને લઈને ફરિયાદ ઉઠાવવમા આવી હતી અને અમદાવાદમાં પણ સિનિયરો દ્વારા રેસિડેન્ટ પર કામગીરી થોપી દેવાતી હોવાની ફરિયાદો થઈ છે.સુરતના રેસિડેન્ટ ડોક્ટરે તો માનસિક તણાવ હેઠળ આપઘાત કરવા સુધીની ચીમીકી આપી દીધી છે.
મહત્વનું છે કે સરકારી મેડિકલ કોલેજોના પીજી સ્ટુડન્ટ-રેસિડેન્ટ ડોક્ટરોની વારંવારની ફરિયાદો છતાં સરકાર દ્વારા કોઈ સઘન તપાસ કરવામા આવતી નથી.જેની સીધી અસર કોવિડ સારવાર
અને દર્દીઓના સ્વાસ્થ પર પડી રહી છે.સરકારે રેસિડેન્ટ ડોક્ટરોનું સ્ટાઈપેન્ડ તો વધારી દીધુ પરંતુ પાયાની
ઓક્સિજન લાઈનમાં પ્રેસર ડાઉન થતા બે દર્દીના મોત
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની ડયુટી કરતા રેસિેડેન્ટ ડોક્ટરોની ફરિયાદ છે કે એક સપ્તાહ પહેલા ઓક્સીજન લાઈનમાં પ્રેસર ડાઉન થવાના કારણે બે દર્દીઓએ તેમનો જીવ ગુમાવ્યો હતો.એ સમયે પરિસ્થિતિને કાબુમાં લેવા અને પરિવારજનોને મૃત્યુનુ કારણ આપવાની જવાબદારી રેસિડેન્ટ ડોક્ટરો પર નાખી દેવાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.