ખરાબ વસ્તુથી ગ્રાહકનું મોત થાય તો આરોપીને સાત વર્ષની કેદ થશે

– ગ્રાહક સુરક્ષા કાયદાની નવી કડક જોગવાઇનો અમલ શરૂ

– કંપની, વ્યાપારી અને ડિસ્ટ્રિબ્યૂટર પર પણ જવાબદાર રહેશે, અન્ય કેસોમાં એકથી 10 લાખ સુધીનો દંડ થશે

 

ગ્રાહક સુરક્ષા એક્ટમાં કેટલાક સંશોધન કરવામાં આવ્યા હતા, આ સુધારાને હવે સોમવારથી સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યા છે. નવો સુધારેલો કાયદો ગ્રાહકોને મળેલા અિધકારોને વધુ મજબુત બનાવે છે. જેમ કે જો કોઇ વ્યાપારી, વસ્તુઓનો ઉત્પાદક, કંપની કે ડિસ્ટ્રિબ્યૂટર કઇ ખોટુ કરી રહ્યા હોય તો તેને કોર્ટમાં લઇ જઇ શકાય છે.

આ સાથે જ ભ્રામક જાહેરાતો પર દંડ જેવી જોગવાઇ પણ આ સુધારામાં કરવામાં આવી છે. અને ખરાબ માલને કારણે ગ્રાહકનું મોત થાય તો કંપનીના માલિકો, વ્યાપારીઓ, ડિસ્ટ્રિબ્યૂટરોને સાત વર્ષની જેલ પણ થઇ શકે છે.

આમા પહેલી વખત ઓનલાઇન વ્યાપારને પણ આવરી લેવામાં આવ્યો છે, એટલે કે ઓનલાઇન કોઇ વસ્તુ ગ્રાહક મગાવે અને તેની સાથે છેતરપીંડિ થાય તો તેવા કેસોમાં પણ તે કોર્ટ જઇ શકે છે. જોકે આ જોગવાઇ અગાઉ પણ હતી પણ તેને વધુ કડક બનાવવામાં આવી છે. ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરનારી કંપનીને દંડ તેમજ જેલની જોગવાઇ પણ કરવામાં આવી છે.

કન્ઝ્યૂમર ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીનો કેસ અને રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચમાં એક કરોડથી 10 કરોડ રૂપિયા સુધીનો વિવાદ હોય તો તેનો કેસ ચલાવવામાં આવી શકશે.

જ્યારે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં 10 કરોડ રૂપિયાથી ઉપરના કેસોની સુનાવણી કરવામાં આવશે. નવા કાયદા અનુસાર જો કોઇ મામલામાં ગ્રાહકને ઇજા ન પહોંચી હોય તો મેન્યૂફેક્ચર, દુકાનદાર અને ડિસ્ટ્રિબ્યૂટરને છ મહિનાની જેલ આૃથવા એક લાખ રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવી શકે છે.

જો કોઇ ગ્રાહકને ખરાબ માલને કારણે ઇજા પહોંચી છે તો તેવા કેસમાં દંડની રકમ વધીને પાંચ લાખ રૂપિયા થઇ જશે અને સાત વર્ષ સુધીની સજા પણ થઇ શકે છે.  જો કોઇ ગ્રાહકનું મોત ખરાબ વસ્તુને કારણે થઇ જાય તો તેવા કેસમાં મેન્યૂફેક્ટર, દુકાનદાર કે ડિસ્ટ્રીબ્યૂટરને સાત વર્ષ સુધીની સજા થઇ શકે છે જે આજીવન કારાવાસમા પણ બદલી શકે છે.

ઓનલાઇન વસ્તુ વેચવાના કડક નિયમો લાગુ થશે

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને સોમવારે કહ્યું હતું કે આ સપ્તાહના અંત સુધીમાં ઇ રિટેઇલર નિયમો લાગુ કરી દેવામાં આવશે. જેમાં હવેથી ઓનલાઇન જે પણ વસ્તુ વેચાણ માટે મુકવામાં આવે તે વસ્તુ ક્યા દેશ અને પ્રાંતમાં બની છે તેની જાણકારી ગ્રાહકોને ફરજિયાત આપવાની રહેશે. એટલે કે વસ્તુની તસવીરો અને અન્ય વિગતો ઓનલાઇન જાહેર કરવામાં આવે તેમાં તેનો સમાવેશ કરાશે. ભારતીય ગ્રાહકોને વસ્તુઓ પહોંચાડનારી ભારતની કે વિદેશી ઇ કોમર્સ કંપનીઓએ આ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

કાયદાના સુધારાની મહત્વની જોગવાઇઓ

હવેથી પીઆઇએલ કે જાહેર હિતની અરજી કંઝ્યૂમર ફોરમમાં દાખલ કરી શકાશે, જે અગાઉ હાઇકોર્ટમાં જ થઇ શકતી હતી.

* નવા કાયદામાં હવે ઓનલાઇન અને ટેલિશોપિંગ કંપનીઓને પણ સામેલ કરવામાં આવી છે

* ખાણીપીણીની વસ્તુઓમાં મિલાવટ કરનારી કંપનીઓને નાણાકીય દંડ થઇ શકે છે.

* ગ્રાહક મધ્યસૃથતા સેલનું ગઠન કરાશે, બન્ને પક્ષો સહમિતીથી મધ્યસૃથતાનો રસ્તો પસંદ કરી શકશે

* કન્ઝ્યૂમર

ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીનો કેસ અને રાજ્ય ગ્રાહક આયોગમાં એકથી 10 કરોડનો કેસ ચાલી શકશે.

* થીયેટરોમાં હવેથી ખાણીપીણીની વસ્તુઓ પર વધુ પૈસા લેવાય તો ફરિયાદ થવાથી કાર્યવાહી કરવામાં આવશે

* કેરી બેગના પૈસા નહી વસુલી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.