દેશમાં 24 કલાકમાં કોરોનાનાં 37,840 નવા કેસ, વધુ 597નાં મોત

– ભારતમાં કોરોનાથી કુલ 28,048નાં મૃત્યુ

– કુલ 11.52 લાખ કેસ, 7.21 લાખ દર્દી સાજા થયા, રિકવરી રેટ 62.62 : એક્ટિવ કેસ 3.90 લાખ

વાલ્વવાળા એન-95 માસ્ક પહેરવા સામે કેન્દ્રની ચેતવણી : દિલ્હીમાં એક હજારથી ઓછાં કેસ

 

કોરોનાના કુલ 11.52 લાખ કેસ નોંધાયા હતા, એમાંથી 7.21 લાખ દર્દીઓ સાતા થયા હતા. આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે રિકવરી રેટ 62.62 ટકા હતો. એક દિવસમાં 37,840 નવા કેસ નોંધાયા હતા. વધુ 597નાં મોત સાથે કુલ મૃત્યુ આંક 28,048 થયો હતો.

દેશમાં નવા 37,840 કેસ નોંધાતા કુલ કેસ 1152190 થયા હતા. એમાંથી 721325 દર્દી સાજા થયા હતા. એક જ દિવસમાં વધુ 597 દર્દીઓએ દમ તોડી દેતાં કુલ મૃત્યુ આંક 28048 થયો હતો.

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે એક્ટિવ કેસની સંખ્યા 3.90 લાખ હતી. સ્વાસ્થ્ય વિભાગના કહેવા પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં 25,664 દર્દીને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચના આંકડા પ્રમાણે દેશમાં 1,40,47,908 સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે.

ત્રિપુરામાં 223  નવા કેસ નોંધાયા હતા, એમાંથી 101 બીએસએફ સ્ટાફ હોવાનું જણાયું હતું. બીએસએફના એક હજાર કરતાં વધુ જવાનોનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે 11 રાજ્યોની 43 હોસ્પિટલોએ વીડિયો કન્સલ્ટિંગની સુવિધા શરૂ કરી છે.

દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત ગોવા, તેલંગણા સહિતના રાજ્યોની હોસ્પિટલોએ વીડિયો કન્સલ્ટિંગની સર્વિસ શરૂ કરીને કોરોનાના કેસ ઘટાડવાના પ્રયાસો આદર્યા છે. કોરોના કાબુમાં આવે તે માટે પશ્વિમ બંગાળની સરકારે તમામ ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19નું યુનિટ શરૂ કરવાનું આયોજન હાથ ધર્યું છે.

પશ્વિમ બંગાળની સરકારના અિધકારીઓએ કહ્યું હતું કે સરકારી અને ખાનગી એમ બધી જ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર મળી રહે તેવા પ્રયાસો સરકાર કરશે.  બીજી તરફ સિક્કિમે 21થી 27મી જુલાઈ સુધી સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરી છે. સિક્કિમમાં કોરોનાએ માથું ઉંચકતા સરકારે આ પગલું ભર્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.