જટ અને પંજાબી સમુદાય પર આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ ત્રિપુરાના સીએમ બિપ્લવ દેબે માફી માંગી છે.
જોકે તેમના આ નિવેદનના પગલે પ્રાદેશિક ભાવનાઓ ભડકી શકે છે. કારણકે આ મુદ્દે વિવાદ તો છેડાઈ ચુક્યો જ છે. સીએમ દેબે એક પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, જો પંજાબના લોકોની વાત કરીએ તો તેમને પંજાબી કહે છે અને સરદાર પણ કહે છે. સરદાર કોઈનાથી ડરતા નથી અને બહુ શક્તિશાળી હોય છે પણ તેમની પાસે મગજ ઓછુ હોય છે. તેમને પ્રેમથી જ જીતી શકાય છે.
એ પછી જાટ સમુદાયનો ઉલ્લેખ કરતા તેમણએ કહ્યુ હતુ કે, જાટ ઓછા બુધ્ધિશાળી પણ શારીરિક રીતે બહુ સ્વસ્થ હોય છે. જો તમે એક જાટને પડકારશો તો તે બંદુક લઈને ઘરની બહાર આવી જશે.બંગાળીઓની વાત કરીએ તો તેઓ બહુ બુધ્ધિશાળી હોય છે. આમ દરેક સમુદાયના પોતાના આગવા લક્ષણો હોય છે.
જોકે હવે બિપ્લબ દેબે પોતાના નિવેદન બદલ માફી માંગીને કહ્યુ છે કે, મને પંજાબી અને જાટ સમુદાય પર બહુ ગર્વ છે. મેં કોઈ સમાજની લાગણી દુભવવાના ઈરાદાથી વાત નહોતી કરી.હું પોતે આ બે સમુદાયો વચ્ચે રહ્યો છું.મારા મિત્રો આ સમુદાયમાંથી આવે છે. સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન બદલ હું સદાય તેમને નમન કરુ છું. ભારતને આગળ વધારવામાં તેમની બહુ મોટી ભૂમિકા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.