કોરોનાની સાઈડ ઈફેક્ટ્સ, સુપ્રીમ કોર્ટના જજ જાતે જ ટાઈપ કરી રહ્યા છે આદેશ

કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે રજૂ થવા વકીલોએ મોબાઈલ, લેપટોપ, પીસી કે પછી આઈપેડમાં 4જી તકનીક સાથેનું ડેડીકેટેડ લાઈનવાળું ઈન્ટરનેટ કનેક્શન હોય તે સુનિશ્ચિત કર્યું

 

કોરોનાથી ભલે જનતા ભયભીત અને પીડાઈ રહી હોય પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સના કારણે અનેક ક્ષેત્રના લોકો સંતુષ્ટ પણ છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડે પોતાના વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાનના અનુભવો શેર કર્યા હતા. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી દરમિયાન જે પણ આદેશ આપે છે તેને પોતાની જાતે જ લેપટોપ પર ટાઈપ કરે છે.

જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે મંગળવારે જણાવ્યું કે તેઓ કોર્ટ માસ્ટરને આદેશ આપવાના બદલે પોતે લેપટોપ પર આદેશ લખે છે કારણ કે તે ડિક્ટેશન આપવાની સરખામણીએ વધુ સરળ અને સહજ હોય છે. લેપટોપ પર પોતાનો આદેશ ટાઈપ કરવો ખૂબ સારી વાત છે કારણ કે તે આદેશ ખૂબ જ ચોક્કસ બની જાય છે.

જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે

જણાવ્યું કે આદેશ ટાઈપ કર્યા બાદ તેમાં કોઈ પણ ટાઈપિંગ મિસ્ટેક કે સુધારાની જરૂર જ નથી પડતી. તેમની આ સૂચક ટિપ્પણીના કારણે નજીકના ભવિષ્યમાં અન્ય જજ પણ તેને અપનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે હાલ સુપ્રીમ કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી ચાલી રહી છે.

કોરોના કાળ વચ્ચે છ જુલાઈના રોજ ‘સાંકેતિક ગ્રીષ્માવકાશ’ બાદ સુપ્રીમ કોર્ટ ખોલી દેવામાં આવી હતી. જો કે સાથે જ તે પણ સ્પષ્ટ હતું કે સપ્ટેમ્બર સુધી તો કોર્ટ રૂમમાં પહેલાની જેમ સામાન્ય સુનાવણી નહીં થઈ શકે. સુપ્રીમ

કોર્ટમાં લોકડાઉનના બે દિવસ પહેલા 23મી માર્ચથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી ચાલુ છે.

સુપ્રીમ કોર્ટ પ્રશાસને વકીલોને વર્ચ્યુઅલ સુનાવણીને લઈ ઓનલાઈન સૂચનાવાળું સર્ક્યુલર મોકલ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે જે વકીલોને કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે રજૂ થવુ હોય તે તેમના મોબાઈલ, લેપટોપ, પીસી કે પછી આઈપેડમાં 4જી તકનીક સાથેનું ડેડીકેટેડ લાઈનવાળું ઈન્ટરનેટ કનેક્શન હોય તે સુનિશ્ચિત કરી લે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.