ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના કારનામા નુ આ છે લીસ્ટ,પોલીસ ચોપડે પણ કેમ છે તે ફેમસ ? જાણો વિગતે

સી.આર. પાટીલ 1990ની સાલમાં ભાજપમાં જોડાયા હતા. ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં ભાજપના સુરત જિલ્લાના પ્રમુખ પદે પહોંચી ગયા હતા. સી.આર. પાટીલે 1975માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે તેમની નોકરીથી શરૂઆત કરી હતી.પોલીસ કોન્સ્ટેબલ તરીકેની તેમની નોકરી વિવાદોથી ભરેલી રહી હતી. ગેરકાયદે દારૂની હેરફેરમાં તેમની સંડોવણી બહાર આવતા તેમને પોલીસની નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પલસાણા તાલુકામાંથી 1978માં એક બુટલેગર પાસેથી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ કેસના સંદર્ભે તેમનું નામ પોલીસ ચોપડે ચઢ્યું હતું. દારૂની હેરફેરના જ અન્ય એક કેસમાં તેમનું નામ પોલીસ ચોપડે ચઢ્યું હતું. સુરત પોલીસ ટાસ્ક ફોર્સે તેમની ધરપકડ કરીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. 1984માં ફરીથી પોલીસની નોકરીમાં જોડાયા હતા. નોકરીમાં જોડાઈને તેમણે પોલીસ યુનિયનની રચના કરવાની કોશિશ કરી તેથી ફરીથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું નામ ઓક્ટ્રોય ચોરીના કેસમાં આવ્યું હતું. 1995માં તેમની સામે ઓક્ટ્રોયની ચોરીનો કેસ પણ થયો હતો.

સુરતના ટેક્સટાઈલ સેક્ટરના મોભીઓએ તેમને ખાસ્સો સાથ આપ્યો હતો. 2002ની સાલમાં ડાયમન્ડ જ્યુબિલી બૅન્કના કૌભાંડમાં તેઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. તેમણે રૂા. 54 કરોડની લોન લઈને પૈસા પરત કર્યા નહોતા. તેથી તેના ખાતેદારોના પૈસા ડૂબી ગયા હતા. આજે પણ તેમાંથી ઘણાંને પૈસા મળ્યા નથી. આ માટે તેમને જેલમાં પણ જવું પડયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.