દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામની સૌથી મોંઘી સોસાયટીમાં શિફ્ટ થશે પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સરકારી બંગલો ખાલી કર્યા બાદ દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામની સૌથી મોંઘી સોસાયટીમાં રહેવા માટે જશે.

એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે પ્રિયંકા ગાંધી જે સોસાયટીમાં રહેવા જવાના છે તે આરાલિયા સોસાયટી ગોલ્ફ કોર્સ રોડ વિસ્તારમાં આવેલી છે. જે ગુરુગ્રામની સૌથી મોંઘી સોસાયટી છે. અહીંયા બિલ્ડરે ત્રણ લેયરની સિક્યુરિટી ગોઠવી છે અને સાથે સાથે પ્રિયંકાની પોતાની સિક્યુરિટી પણ રહેશે.

આ પહેલા એવુ કહેવાતુ હતુ કે, પ્રિયંકા ગાંધી સરકારી બંગલો છોડ્યા બાદ લખનૌ રહેવા માટે જશે.જોકે પ્રિયંકા ગાંધીએ ગુરુગ્રામ પર પસંદી ઉતારી છે. જેથી તે દિલ્હીમાં પણ સક્રિય રહી શકે અને દિલ્હીમાં કોંગી નેતાઓને પણ મળી શકે.

અહેવાલ મુજબ પ્રિયંકાનો સામાન આ સોસાયટીમાં શિફ્ટ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, 31 જુલાઈ સુધી પ્રિયંકાને લોધી રોડ પર આવેલો સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે. કારણકે પ્રિયંકા પાસે એસપીજી સુરક્ષા  નથી અને જેમની પાસે આ કેટેગરીની સુરક્ષા ના હોય તેવા નેતાને સરકારી બંગલો મળી શકે નહી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.