– આ કંપનીઓ અમેરિકા સાથે લેવડ-દેવડ નહીં કરી શકે
– પ્રતિબંધિત કંપનીઓમાં એપલ-માઈક્રોસોફ્ટ અને એમેઝોનને સામાન પુરો પાડતી કંપનીનો પણ સમાવેશ
અમેરિકાના કોમર્સ વિભાગે વધુ 11 ચાઈનિઝ કંપનીઓ પર આિર્થક પ્રતિબંધ મુક્યા છે. માટે આ કંપનીઓ હવે અમેરિકા સાથે લેવડ-દેવડ નહીં કરી શકે. આ કંપનીઓ ચીનમાં ઉઈઘુર મુસ્લીમો પાસે અમાનવિય રીતે કામ કરાવતી હોવાનો અમેરિકાનો આક્ષેપ છે.
માનવાિધકાર ભંગનું કારણ આગળ ધરીને અમેરિકાએ આ પ્રતિબંધ મુક્યો હતો. અમેરિકાએ પ્રતિબંધ મુક્યો હોય એવી કુલ કંપનીઓની સંખ્યા હવે 37 થઈ છે.
પ્રતિબંિધત કંપનીઓમાં નાનચેંગ ઓ ફિલ્મ ટેકનો પણ સમાવેશ થાય છે, જે એપલ, માઈક્રોસોફ્ટ, અમેઝોન જેવી જાયન્ટ કંપનીઓને સામગ્રી સપ્લાય કરે છે. 2017માં એપલના સીઈઓ ટીમ કૂક આ કંપનીના જ મહેમાન બન્યા હતા.
આ ઉપરાંત બિજીંગ જિનોમિક્સ ઈન્સ્ટિટયૂટ, હાઈ-સ્પીડ ટ્રેનની સામગ્રી બનાવતી કેટીકે ગૂ્રપ, તાન્યુઆન ટેકનોલોજી, કેટલીક ટેક્સટાઈલ કંપનીઓ વગેરેનો સમાવેશ થાય છે. કોમર્સ સેક્રેટરી વિલ્બર રોસે કહ્યું હતું કે ચીની સરકારની નીતિ મુસ્લીમોના દમનની છે.
ઉઈઘુર મુસ્લીમો પાસે તનતોડ મહેનત કરાવામાં આવે છે, તેમને કેદ રાખવામાં આવે છે, બાળ મજૂરી કરાવવામાં આવે છે. વગેરે અમાનવિય વર્તન અમારા ધ્યાનમાં આવ્યું છે. જે મુસ્લીમો પાસે કામ કરાવે તેમના ડીએનએના નમૂના પણ ચીની સરકાર એકઠા કરી રહી છે, એવુ અમેરિકાનું કહેવું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.