રાજસ્થાન હાઈકોર્ટની પાયલટ જૂથને રાહત, હવે 24મી સુધી કાર્યવાહી નહીં

– રાજસ્થાનમાં રાજકીય કટોકટીનું કોકડું યથાવત્

– હાઈકોર્ટના નિર્દેશો પછી પાયલટ-ગેહલોત બંને જૂથ આગળની રણનીતિ ઘડવામાં વ્યસ્ત

 

રાજસૃથાનમાં ચાલતા સત્તા સંઘર્ષ વચ્ચે રાજસૃથાન હાઈકોર્ટે બળવાખોર પાયલટ જૂથના ધારાસભ્યોને રાહત આપતાં તેનો ચૂકાદો 24મી સુધી મુલતવી રાખ્યો છે. સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની વિધાનસભા અધ્યક્ષની નોટીસ સામે રીટ પીટીશનની સુનાવણી મંગળવારે પૂરી થઈ હતી.

હાઈકોર્ટનો ચૂકાદો મુલતવી રહેતાં વિધાનસભા અધ્યક્ષ સીપી જોશી બળવાખોર ધારાસભ્યો વિરૂદ્ધ હાલ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી શકશે નહીં. પાયલટ જૂથે અધ્યક્ષે તેમને પાઠવેલી નોટિસ વિરૂદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

તેમની અરજી પર શુક્રવારે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઈન્દ્રજિત મહંતી અને ન્યાયાધીશ પ્રકાશ ગુપ્તાની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. મંગળવાર સુધી બંને પક્ષોએ કોર્ટમાં તેમની દલીલો રજૂ કરી હતી. અદાલતમાં મંગળવારે બપોરે 12 વાગ્યે સુનાવણી પુરી થઈ હતી.

સુનાવણી પછી કોર્ટે જણાવ્યું હતું કે તે 24મી જુલાઈએ આ કેસમાં યોગ્ય આદેશ આપશે. કોર્ટે બંને પક્ષોને શુક્રવાર સુધીમાં તેમની દલીલો લેખિતમાં રજૂ કરવા માટે પણ જણાવ્યું હતું. કોર્ટે અન્ય બે પક્ષકારોની અરજી પણ મંગળવારે સાંભળી હતી અને તેમનો પક્ષકારોમાં સમાવેશ કર્યો હતો.

પાયલટ જૂથ તરફથી કોર્ટમાં વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ અદાલતમાં કહ્યું કે સ્પીકરે ધારાસભ્યોને જવાબ આપવા માટે માત્ર ત્રણ દિવસનો સમય આપ્યો હતો જ્યારે તેમને સાત દિવસનો સમય આપવાની જરૂર હતી.

તેમણે ઉમેર્યું કે સ્પીકરને ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની આટલી ઉતાવળ શા માટે હતી. પક્ષપલટુ કાયદો એટલા માટે બનાવાયો હતો, જેથી કોઈ પક્ષ ન પદલી શકે. તેમણે નોટિસ પર સવાલ ઉઠાવતા અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.

પાયલટ જૂથના ધારાસભ્યોએ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બે બેઠકોમાં હાજર રહેવાના વ્હિપનો ભંગ કર્યો હોવાની પક્ષની ફરિયાદ પછી વિધાનસભા અધ્યક્ષે તેમને સભ્યપદ રદ કરવા સંબંિધત નોટિસ ફટકારી હતી. જોકે, પાયલટ જૂથે દાવો કર્યો હતો કે, પક્ષના વ્હિપનો કાયદો માત્ર વિધાનસભા સત્ર ચાલુ હોય તેવા સમયે જ લાગુ પડે છે.

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થયા પછી મંગળવારે રાજસૃથાન કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી, જે લગભગ બે કલાક ચાલી હતી. મુખ્યમંત્રી અશોક ગેહલોત તથા કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ તેમાં હાજર રહ્યા હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગેહલતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજસૃથાનની કોંગ્રેસ સરકાર પર કોઈ સંકટ નથી અને રાજ્ય સરકાર પાંચ વર્ષનો તેનો કાર્યકાળ પૂરો કરશે. ગેહલોતે કહ્યું, સત્યનો

વિજય થશે, સત્ય જ ઈશ્વર છે, ઈશ્વર જ સત્ય છે અને સત્ય હંમેશા આપણી સાથે છે.

પક્ષના પ્રવક્તા મુજબ બેઠકમાં હાજર ધારાસભ્યોએ સંપૂર્ણ દૃઢતાથી ગેહલોતના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે કોઈપણ તકલીફ ઉઠાવવી પડે અમે સાથે છીએ અને સત્યની લડાઈ અમે જીતીશું.  હાઈકોર્ટે પાયલટ જૂથને 24મી સુધીની રાહત આપી છે ત્યારે પાયલટ અને ગેહલોત એમ બંને જૂથ આગળની રણનીતિની તૈયારીઓ કરી રહ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.