રાજ્યમાં કોરોના સંક્રમણની સાઈકલ અનબ્રેકેબલ, આજે પણ પોઝિટિવ કેસનો આંકડો 1 હજાર પાર

રાજ્યમાં કોરોના સંક્રમણની સાઈકલ અનબ્રેકેબલ બની છે. આજે બીજા દિવસે પણ કોરોનાના નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 1 હજારને પાર આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં દરરોજ નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1020 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 28 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2229 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 51,485 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 837 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1020 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 201 અને જિલ્લામાં 55 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 181 અને જિલ્લામાં 15 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 62 અને જિલ્લામાં 18 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 43 અને જિલ્લામાં 12, ભાવનગર કોર્પોરેશન એરિયામાં 22 અને જિલ્લામાં 16 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 78 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 11,938 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 37,240 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2229 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ 196
સુરત 256
વડોદરા 80
ગાંધીનગર 31
ભાવનગર 38
બનાસકાંઠા 19
આણંદ 7
રાજકોટ 55
અરવલ્લી 4
મહેસાણા 24
પંચમહાલ 7
બોટાદ 9
મહીસાગર 18
ખેડા 14
પાટણ 19
જામનગર 15
ભરૂચ 27
સાબરકાંઠા 8
ગીર સોમનાથ 21
દાહોદ 27
છોટા ઉદેપુર 7
કચ્છ 21
નર્મદા 14
વલસાડ 8
નવસારી 16
જૂનાગઢ 30
સુરેન્દ્રનગર 20
મોરબી 8
તાપી 5
અમરેલી 16
કુલ 1020

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.