વોટર પ્રોજેક્ટ ઉત્તર પૂર્વની બહેનો માટે રક્ષાબંધનની ભેટ: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મણિપુરને નવી ભેટ આપી. હર ઘર જલ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટનો પાયો નંખાયો. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કોરોના સંકટ કાળમાં પણ દેશ રોકાયો નથી, દેશ થાક્યો નથી, જ્યાં સુધી વેક્સિન આવતી નથી, આપણે મજબૂતીથી લડતા રહેવુ જોઈએ.

પીએમ મોદીએ કહ્યુ કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને સતત મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોના સામે લડવામાં કાર્યરત થઈ છે. રાજ્યમાં લગભગ 25 લાખ લોકોને મફત અનાજ મળ્યુ છે. દોઢ લાખથી વધારે મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળ્યા છે. રોજ એક લાખ પાણીના કનેકન્શન આપવામાં અપાઈ રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ વિશ્વાસ અપાવ્યો કે પૂર્વોત્તરમાં પૂર પ્રભાવિત રાજ્યોને કેન્દ્ર તરફથી સતત મદદ કરવામાં આવી રહી છે. પીએમે કહ્યુ કે આજના જળ પ્રોજેક્ટથી ના માત્ર વર્તમાન પરંતુ ભવિષ્યની પેઢીને પણ ફાયદો થવાનો છે. શુદ્ધ પાણીથી માત્ર તરસ છીપાશે એવુ નથી, લોકોને સ્વસ્થ રાખવા અને રોજગાર આપવાનુ પણ કામ થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.