હવે રામ મંદિરના ભૂમિ પૂજનના સમય પર વિવાદ

શંકરાચાર્ય સ્વરૂપાનંદએ આ સમયને અશુભ ગણાવ્યો

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં ભૂમિ પૂજન કરશે પણ હવે ભૂમિ પૂજનની તારીખ અને મુહૂર્તને લઇને નવો વિવાદ ઊભો થયો છે.

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ ભૂમિ પૂજન માટે તૈયાર કરવામાં આવેલા સમયથી અશુભ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે 5 ઓગસ્ટે દક્ષિણાયન ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષના દ્વવિતીયા તિથિ છે.

શાસ્ત્રોમાં ભાદ્રપદ માસને ગૃહ, મંદિરારંભ કાર્ય માટે નિષેદ કરવામાં આવ્યો છે. તેમણે આવું વિષ્ણુ ધર્મ શાસ્ત્ર અને નૈવજ્ઞ વલ્લભ ગ્રંથના હવાલેથી કહ્યું છે. કાશી વિધવત પરિષદના શંકરાચાર્યના તર્કોને નિરાધાર ગણાવીને કહ્યું કે બ્રહ્માંડ નાયક રામ પોતાના મંદિર પર કેવી રીતે સવાલ ઉઠાવી શકે છે.

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે હું તો રામ ભક્ત છું અને રામ મંદિર કોઇ પણ બનાવે અમને તેનાથી પ્રસન્નતા જ થશે પણ તેને ઉચિત તિથિ અને શુભ મૂહર્તમાં બનાવવું જોઇએ. સાથે જ તેમણે કહ્યું કે જો મંદિર જનતાના પૈસાથી બની રહ્યું છે તો તેમની સલાહ પણ લેવી જોઇએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.