રામ મંદિરનુ નિર્માણ શરુ થતા જ કોરોનાનો વિનાશ થશે, મધ્યપ્રદેશના પ્રોટેમ સ્પીકર

મધ્યપ્રદેશના પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ વિવાદીત નિવેદન આપતા કહ્યુ છે કે, રામ મંદિરના નિર્માણની શરુઆત સાથે જ કોરોનાનો અંત આવી જશે. સતયુગમાં રાક્ષસોનો વધ કરવા માટે ભગવાન રામે જન્મ લીધો હતો.એ જ રીતે પાંચ ઓગષ્ટે જેવુ મંદિરનુ નિર્માણ શરુ થશે કે કોરોનાનો વિનાશ પણ શરુ થઈ ” ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરના બાંધકામનો શિલાન્યાસ 5 ઓગસ્ટે પીએમ મોદીના હસ્તે થવાનો છે.જેમાં તમામ રાજ્યોના સીએમને હાજર રહેવા માટે આમંત્રણ અપાયુ છે. આ સમારોહમાં માત્ર 200 વ્યક્તિઓને જ એન્ટ્રી અપાવાની છે.

પીએમ મોદી શિલાન્યાસ કરતા પહેલા મંદિરમાં ભગવાન રામ અને હનુમાનજીની મૂર્તિન પૂજા પણ કરશે. નવા મદિરનુ 100 કરોડના ખર્ચે નિર્માણ થવાનુ છે. નવા નકશા પ્રમાણે મંદિર પહેલા કરતા 10000 સ્કેવર ફૂટ વધારે મોટુ હશે. તેના બે માળની જગ્યાએ ત્રણ માળ હશે અને 50000 લોકો એક સાથે મંદિરમાં પૂજા કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.