મહેમાનોની યાદી બહુ જ ટુંકી રાખવા તાકીદ
– કોરોનાને કારણે વિદ્યાર્થીઓને ઉજવણીમાં સામેલ ન કરવી
આ વર્ષે 15મી ઓગસ્ટની ઉજવણીમાં કોરોના વાઇરસની અસર જોવા મળશે. લોકો મોટી સંખ્યામાં એકઠા ન થાય તે માટે તકેદારીના પગલા લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યોની સરકારોને આદેશ જારી કરવામાં આવ્યા હતા. સાથે જ કોરોના વોરિયર્સનું આ દિવસે સન્માન કરવામાં આવે, જે લોકો કોરોનાથી સાજા થઇ ગયા છે તેમને પણ સન્માનિત કરવામાં આવે તેમ રાજ્યોને કેન્દ્રએ સલાહ આપી હતી.
સાથે જ 15મી ઓગસ્ટે મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તે માટે તકેદારીના પગલા લેવામાં આવે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ એક સુચના જારી કરવામાં આવી છે. સ્કૂલોમાં કે જાહેર કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને અગાઉ બોલાવવામાં આવતા હતા પણ હાલ કોરોનાને ધ્યાનમાં રાખીને કોઇ પણ વિદ્યાર્થીઓને હાજર રહેવા સ્કૂલ સંચાલકો દબાણ કરી શકશે નહીં. જોકે કોરોના વોરિયર્સ અને જે લોકોને કોરોનાને હરાવ્યો હોય તેમને આમંત્રીત કરી શકાશે.
સાથે જ ધ્વજ વંદનના જે કાર્યક્રમો યોજવામાં આવે તેને વધુમાં વધુ લોકો ઘરે બેઠા જ નિહાળી શકે તે માટે તેને ટેલિકાસ્ટ કરવામાં આવે. આ માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકાય. કોઇ પણ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામા આવે તો તેમાં તકેદારીના પગલા જરૂર લેવામાં આવે કે જેથી કોરોનાની મહામારીને ફેલાતી અટકાવી શકાય.
રાજ્યોમાં સવારે 9 વાગ્યા પછી આ કાર્યક્રમ યોજવામાં આવશે. જિલ્લા કક્ષાએ પણ કાર્યક્રમો યોજવાની છુટ આપવામાં આવી છે પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ એક નાનો કાર્યક્રમ યોજાશે. સુરક્ષા અગાઉની જેટલી જ રાખવામાં આવશે, જોકે આ વખતે કોરોના મહામારી ન ફેલાય એટલે તેની પણ તકેદારી રાખવાની પોલીસને સલાહ આપવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે મહેમાનોની સંખ્યા બહુ જ ઓછી રાખવામાં આવે કે જેથી ભીડ એકઠી ન થાય. દિલ્હી પોલીસના કહ્યા પ્રમાણે આ વખતે દિલ્હીમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં 1500 કોરોના વોરિયર્સ કે જેમાં 500 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે તેમનો સમાવેશ કરાયો છે. આ એવા સુરક્ષા જવાનો અને કોરોના વોરિયર્સ છે કે જેઓ કોરોનાને હરાવીને સાજા થયા છે અને સાથે જ લોકોની સેવા પણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.