કોવિડ-19ની સ્થિતિ ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે PM મોદીઃ 77.3 % લોકોનો મત

ઉત્તરદાતાઓ પૈકીના અડધા લોકોનું એવું માનવું છે કે કોરોનાના ડરને વધારીને રજૂ કરવામાં આવ્યો

મોદી સરકારને દેશમાં કોવિડ-19ની સ્થિતિ સંભાળવાને લઈ ઉચ્ચ સ્વીકાર્યતા રેટિંગ પ્રાપ્ત થયું છે. ત્રણ ચતુર્થાંશ કરતા પણ વધારે લોકોએ સરકારને આ મામલે ઉંચુ રેટિંગ આપ્યું છે. આઈએએનએસ સી-વોટર કોવિડ-19 ટ્રેકર દ્વારા આ માહિતી સામે આવી હતી. તાજેતરના પોલ પ્રમાણે સર્વેમાં સામેલ 1,723 લોકોમાંથી 77.3 ટકા ઉત્તરદાતાઓએ તે વાતે સહમતિ દર્શાવી કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની સરકાર આ સંકટને યોગ્ય રીતે સંભાળી રહી છે જ્યારે 19.1 ટકા લોકોએ આ અંગે અસહમતિ વ્યક્ત કરી હતી.

એપ્રિલ-જૂનની સરખામણીએ ઓછું રેટિંગ

જો કે આ મામલે સ્વીકાર્યતા રેટિંગ ગત મહીનાની સરખામણીએ ઘટ્યું છે અને સતત આર્થિક સંકટ લોકોના ધૈર્યની પરીક્ષા લઈ રહ્યું છે. એપ્રિલ-જૂન મહીનામાં આ મામલે સ્વીકાર્યતા રેટિંગ 90થી 80ની વચ્ચે હતું. કોરોના સંકટને ઘણા મહીના થઈ ગયા છે અને સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આશરે 60 ટકા જેટલા લોકો પોતે સંક્રમિત થઈ શકે છે તેમ માની રહ્યા છે. સર્વેમાં ‘હું એ વાતથી ડરેલો છું કે હું અથવા તો મારા પરિવારમાંથી કોઈને કોરોના થઈ શકે છે’ આ વિકલ્પ સામે 59.8 ટકા લોકોએ ટિક માર્ક કર્યું હતું જ્યારે 34.9 ટકા લોકો તેનાથી અસહમત જણાયા હતા.

મોટા ભાગના લોકો મહામારીથી ડર્યા નથી

કોરોનાની સ્થિતિમાં અફડા તફડીનો માહોલ નથી આ મામલે ઉત્તરદાતાઓ પૈકીના અડધા લોકોનું એવું માનવું છે કે કોરોનાના ડરને વધારીને રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે 41.2 ટકા લોકોએ આ મામલે અસહમતિ દર્શાવી હતી. તે સિવાય લોકડાઉનના નવા અનુભવને લઈ લોકો હવે અનાજ-કરિયાણું ભેગું કરવા અંગે વધુ સજાગ થયા છે. 54.3 ટકા લોકોના કહેવા પ્રમાણે તેમના પાસે ત્રણ સપ્તાહથી વધારે સમય ચાલે તેટલું રેશન છે જ્યારે 44.7 ટકા લોકોના કહેવા પ્રમાણે તેમના પાસે ત્રણ મહીનાથી ઓછો સમય ચાલે તેટલું રેશન છે.

6.8% લોકોએ કર્યો કોરોનાનો સામનો

91.44 ટકા દેશવાસીઓના કહેવા પ્રમાણે તેમના પરિવાર કે આસપાસ કોઈ કોરોનાથી સંક્રમિત નથી. સર્વે પ્રમાણે માત્ર 6.8 ટકા લોકો એ કોવિડના કેસનો સામનો કર્યો છે. મતલબ એટલા ટકા લોકોએ પોતાના પરિવાર કે આસપાસની વ્યક્તિને મહામારીથી સંક્રમિત જોઈ છે. તેમાંથી 1.46 ટકા દર્દીઓમાં સ્વાસ્થ્ય સંબંધી લક્ષણો નહોતા જણાયા જ્યારે 1.72 ટકા લોકોમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હતી પરંતુ હવે તેઓ ઠીક છે. કોવિડ પોઝિટિવ હોવાના કારણે જે લોકોમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા આવી તેમાંથી માત્ર 2.11 ટકા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 0.47 ટકા લોકોએ બીમારીના કારણે જીવ ગુમાવેલો.

વાયરસ અંગે જાગૃત્તિ વધી

ગત 24 મેના રોજ જ્યારે પહેલી વખત સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું તે સમયે આશરે 14 ટકા લોકોએ આ અંગે કશું નહોતું કહ્યું પરંતુ જુલાઈ સુધીમાં આ સંખ્યા ઘટીને 2 ઉપર આવીને અટકી હતી. તેનાથી ખબર પડે છે કે લોકો વાયરસને લઈ ઘણા વધુ જાગૃત થયા છે કેમકે મે મહીનામાં માત્ર 77 ટકા લોકોએ તેઓ કોવિડ સંબંધીત કોઈને નથી જાણતા તેમ કહ્યું હતું જેમાં જૂન મહીનામાં 87 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી છે. એક અહેવાલ પ્રમાણે 63.18 ટકા રિકવરી દર સાથે મહત્તમ 7,82,607 દર્દીઓ સાજા થઈ ગયા છે જે 4,26,167 સક્રિય દર્દીઓની સંખ્યા કરતા બમણો આંકડો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.