દેશમાં માસ્ક-પીપીઈ કિટને નષ્ટ કરવાની નવી ગાઇડલાઇન જાહેર

 

સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડે કોવિડ 19ની સારવારમાં લીધેલા ફેસ માસ્ક, ગ્લવ્સ, પીપીઈ કિટ તથા અન્ય વેસ્ટ મટિરિયલને નષ્ટ કરવા માટે નવી ગાઇડલાઇન જારી કરી છે.

નિષ્ણાંતો અનુસાર, દરરોજ દરેક રાજ્યમાં સરેરાશ 2થી 3 ટન કોવિડ વેસ્ટ નિકળી રહ્યો છે. ગાઇડલાઇન પ્રમાણે કોવિડ-19ના પ્રયોગમાં લીધેલા બધા માસ્ક, ગ્લવ્સ, પીપીઈ કિટ તથા અન્ય વેસ્ટ મટિરિયલને કાપીને 72 કલાક કોઈ પેપરમાં વીટવા પડશે. ત્યારબાદ તેને ડિસ્પોઝ કરવા પડશે.

મૃત્યુ પામનારનો આંકડો ગુરૂવારે 30,000ને પાર થઈ ગયો છે. 11 માર્ચે દેશમાં કોરોનાથી પ્રથમ મોત થયું હતું. ત્યારાબાદ 135 દિવસની અંદર 30 હજાર લોકો જીવ ગુમાવી ચુક્યા છે. અત્યાર સુધી 30 હજાર 611 મૃત્યુ થયા છે. હવે ભારત વિશ્વમાં સાતમો દેશ થઈ ગયો છે, જ્યાં સૌથી વધુ મૃત્યુ થયા છે.  દર 10 લાખની વસ્તીમાં 22 લોકોના મોત થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.