પોલીસે રીક્ષાને ઊભી રાખીને તેમાં ઘેટાંબકરાની માફક ભરેલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા અને ગણતરી કરતા પોલીસ પણ ચોંકી ગઇ હતી.સુરતઃ થોડા મહિનાઓ અગાઉ ટ્રાફિક પોલીસ (traffic police) અને RTO દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં સ્કૂલ વેન અને ઓટો સામે કડક નિયમો કરવામાં આવ્યાં હતાં તેમ છતાં આ નિયમોને જાણે ઓટોવાળા ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો સુરત શહેરમાં (surat city)સામે આવી રહ્યા છે.
ટ્રાફિક નિયમના ધજાગરા ઉડવાતા સ્કૂલની રીક્ષા ચાલકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. રીક્ષામાંથી 20 બાળકો નીકળ્યાં હતાં. પોલીસે ઓટો રીક્ષા ઊભી રખાવીને બાળકોની નીચે ઉતારીને ગણતરી કરતાં 20 જેટલાં બાળકો નીકળ્યાં હતાં. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યાં છે. ઘેટાં બકરાંની જેમ ઓટોમાં બાળકોને સ્કૂલ લઈ જવામાં અને મુકવામાં આવી રહ્યાં હોય તેમ 20 જેટલા માસૂમ બાળકો ઓટોમાંથી નીકળ્યાં હતાં.
હાલ સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને (traffic rules)લઈને નિયમો સખત કરવામાં આવ્યા છે. તેમજ અગાઉ આ મામલે પોલીસ અને RTO દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. જેનો ઓટો રીક્ષા ચાલકોએ પોતાને આટલી ફી માં પોસાતું ન હવાનું કહી વિરોધ પણ કર્યો હતો. અને અંતે સમાધાન કરવાના ભાગરૂપે વાલીઓએ ફી વધારી ઓછા બાળકો લઈ જવાનું કહેતા સમાધાન પણ થયું હતું.
ત્યારે જ ઓટો રીક્ષામાંથી આટલા બાળકો નીકળતાં વાલીઓની પણ બેદરકારી સામે આવી રહી છે. પરંતુ આ ઘટનાને જો તા આ ઘટનામાં માત્ર વાલીઓ જ શું કામ વાલીઓની સાથે સ્કૂલ સંચાલકોની પણ એટલી જ બેદરકારી છે કારણ કે અગાઉ જ તંત્ર દ્વારા વાલીઓ અને સ્કૂલ સંચાલકોને બાળકોના પરિવહન અંગેની ગાઈડ લાઈન આપી દેવામાં આવી હોવા છતાં બાળકોના જોખમે આ રીતે રીક્ષામાં મુસાફરી કરાતી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.