આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની આગાહી, જાણો કયા દિવસે કયો જિલ્લો થશે જળબંબાકાર

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ મામલે હવામાન વિભાગે આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે.

આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. માછીમારો માટે પણ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ શુક્રવારથી જ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. હજુ આજે આવતી કાલે અને પરમદિવસે ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 25થી 27 જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે. હાલ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિભાગમાં થન્ડરસ્ટોર્મની આગાહી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.