અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે મોરારી બાપુએ પાંચ કરોડના દાનની જાહેરાત કરી છે. મહુવા તલગાજરડા ગામે પીથોરિયા હનુમાનજીના મંદિરે ચાલી રહેલી કથામાં બાપુએ અયોધ્યા રામમંદિર નિર્માણ માટે પાંચ કરોડનું દાન જાહેર કર્યું હતું. ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ અને રામકથાના શ્રોતા દ્વારા અયોધ્યા રામમંદિર ટ્રસ્ટને પાંચ કરોડનું દાન મોકલવામાં આવશે.
તલગાજરડામાં ચાલી રહેલી ઓનલાઈન કથામાં મોરારિ બાપુએ મંદિરના નિર્માણમાં 5 કરોડ રૂપિયા મોકલીશું તેવી જાહેરાત કરી છે. મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે.આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે. બાપુએ કહ્યું કે, ચિત્રકૂટધામ તલગાજડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં 5 લાખ રૂપિયા અર્પણ કરૂ છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઇ આવે તે બધા રૂપિયા મેળવીને 5 કરોડ મોકલવામાં આવશે.
રામ જન્મભૂમિ અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનં ખાતમૂહુર્ત કરવામાં આવશે. મોરારિ બાપુએ વધુમાં જણાવ્યું કે, હું કોઇ એક વ્યક્તિને સંકેત કરું તો તે એકલા હાથે કરી શકે. પરંતુ એમ નહીં મારે બધા શ્રોતા પાસેથી થોડા થોડા પૈસા એકત્ર કરવા છે. ઠાકોરજી અમારા મનોરથ પૂરા કરે તે માટે 5 કરોડ રૂપિયા મોકલીશું. કોઇ એક વ્યક્તિને નહીં પણ બધા જ શ્રોતાઓ પાસેથી આગ્રહ કરવામાં આવશે. ભગવાન પણ કબૂલ કરે કે તુલસી દ્વારા દેવામાં આવી રહ્યા છે. આમાં મોરારિ બાપુ નહીં પણ બધા શ્રોતાગણ નિમિત બનશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.