અમદાવાદમાં સ્કૂલની દાદાગીરી, ફી ન ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ, વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કર્યા


અમદાવાદ. શહેરના થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જે વાલીઓએ ફી નથી ભરી તેના સંતાનોનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને તેઓને સ્કૂલના વોટ્સએપ ગ્રૂપમાંથી પણ રિમૂવ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલની દાદાગીરીને પગલે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. એકતરફ રાજ્ય સરકાર અને હાઇકોર્ટે પણ સ્કૂલન ખુલે ત્યાં સુધી ફી લેવા પર રોક લગાવી છે તો બીજી બાજુ ઉદગમ સ્કૂલ મનમાની કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગે શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી નહીં લેવાનો પરિપત્ર કર્યા બાદ શિક્ષણ બંધ કરનાર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત બાદ અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે પણ સોમવારથી એટલે કે આજથી ઓનલાઇન એજ્યુકેશન આપવાનો નિર્ણય કર્યો છે.

ફી ભરી છે છતાં મને વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કર્યોઃ વાલી
આ અંગે એક વાલીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું મેં ફી ભરી છે છતાં મને વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી નાંખવામાં આવ્યો છે. આ બાબતે સ્કૂલ મેનેજમેન્ટને પૂછતાં તેઓ કહે છે કે અમારી સિસ્ટમમાં સ્કૂલ ફી દેખાય તો જ અમે હવે એડ કરીશું.

શું છે ખાનગી શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેનો વિવાદ
છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી રાજ્યના શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પાસે ફી લેવાનું શરૂ કર્યું હતું. આ મામલે અનેક વાલીઓએ સરકારમાં રજૂઆતો કરી હતી પરંતુ સરકાર પણ ચૂપ બેઠી હતી. જ્યારે વાલીઓ બિચારા બનીને સંચાલકોના દબાણમાં ફી અને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.