માનસિક તણાવના કારણે રાજ્યમાં પોલીસકર્મીઓના આપઘાતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ઘણી વાર એવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે, ઉપરી અધિકારીઓના ત્રાસથી પોલીસકર્મીએ પોતાની સર્વિસ પિસ્તોલથી આપઘાત કર્યો હોય. આ પ્રકારના કિસ્સાઓમાં વધારો થવાના કારણે અને આગામી દિવસોમાં આવા કિસ્સાઓ ન બને તે માટે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્બારા પોલીસ વિભાગ માટે કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોમાં પોલીસકર્મી કે, અધિકારીઓને હથિયારોની ફાળવણીને લઇ કેટલીક સાવચેતી રાખવામાં આવી છે.
રાજ્ય પોલીસ વડાએ લીધેલા નિર્ણય અનુસાર રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં વર્ધીમાં ફરજ બજાવતા PI અને PSIને પોતાની ફરજ સમયે જ હથિયાર ફાળવવામાં આવશે. આ ઉપરાંત જે PI અને PSIની ફરજનો સમય 5 વર્ષ કરતા ઓછો હોય તેવા PI અને PSIને પોતાનું હથિયાર ફરજ પૂર્ણ થયા પછી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું પડશે. તાલીમી પોલીસ અધિકારીઓને હથિયાર ફાળવવામાં આવશે નહીં. મહત્ત્વનો નિર્ણય એ છે કે, VIP તથા સંવેદનશીલ બંદોબસ્ત દરમિયાન પોલીસ જવાન કે, અધિકારીને તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં લઇને જ હથિયારની ફાળવણી કરવામાં આવશે.
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્બારા આ મહત્ત્વ પૂર્ણ નિર્ણય લેવાનું કારણ એ છે કે, 17 સપ્ટેમ્બરના રોજ અમરેલીના DYSP કેવડિયા સર્કિટ હાઉસ ખાતે સુપરવાઈઝર અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે સવારના 10:38 વાગ્યે નવસારીમાં PSI તરીકે ફરજ બજાવતા અને PMના બંદોબસ્ત માટે કેવડિયા સર્કિટ હાઉસ ખાતે આવેલા એન. સી. ફીણવિયાએ તેમની સાથે ફરજ બજાવતા નવસારીના PSI એમ. બી. કોંકણી પિસ્તોલ મેળવ્યા પછી PSI એન. સી. ફીણવિયાએ કોઈ અગમ્ય કારણોસર સર્કિટ હાઉસના ગ્રાઉન્ડમાં પોતાના કપાળના ભાગે ગોળી મારીને આપઘાત કર્યો હતો. આ ઘટના પછી રાજ્ય પોલીસ વડાએ હથિયારોની ફાળવણીને લઇને આ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.જોવાનુ હવે એ રહ્યુ કે પોલીસ ખાતા દ્વારા લેવાયેલો આ નિણઁય હવે આગામી સમયમાં કેવો અસરકારક પુરવાર થાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.