રાહુલ ગાંધીના વિડિયોઝથી કોંગ્રેસના જ એક જૂથમાં ભારે નારાજગી?

રાહુલ ગાંધી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રોજ સોશ્યલ મીડિયા પર વિડિયો રિલિઝ કરીને સતત ચીન મુદ્દે મોદી સરકારની ટીકા કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીના ચાહકો તો તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે પણ કોંગ્રેસમાં જ એક જૂથ આ પ્રકારના વિડિયોથી નારાજ હોવાની ચર્ચાઓ પણ દબાતા સૂરે ચાલી રહી છે.

નેતાઓનુ એક જૂથ રાહુલ ગાંધીના આ પ્રકારના એપ્રોચ પર સવાલ ઉઠાવી રહ્યુ છે.કારણકે રાહુલ ગાધી આ પ્રકારના વિડિયો રિલિઝ કરતા પહેલા પોતાના સાથી નેતાઓ કે કાર્યકરો સાથે સલાહ લેવા ચર્ચા વિચારણા પણ કરી રહ્યા નથી.

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એક નેતાએ કહ્યુ હતુ કે, રાહુલ અમારી સાથે વાત કરતા નથી અને અમને ખબર નથી કે તેમને કોણ સલાહ આપે છે.

આ જ મુદ્દે પી ચિદમ્બરમને પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યુ ત્યારે ત્ેમણે પણ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ મારી સલાહ લીધી નથી.કારણકે હું સંરક્ષણ કે વિદેશ મંત્રી રહ્યો નથી.

દરમિયાન કોંગ્રેસમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ટીમો અલગ-અલગ થઈને કામ કરી રહી છે.રાહુલ ગાંધી પોતાના પ્રભાવનો ઉપયોગ જવાબદારીથી કરી રહ્યા નથી .જેનાથી કોંગ્રેસમાં સવાલ ઉઠી રહ્યા છે.

ન્યૂઝ ચેનલ સાથેની વાતમાં નેતાને પૂછવામાં આવ્યુ કે, સોનિયા ગાંધી કરતા અલગ રસ્તા પર રાહુલ ગાંધી કેમ જોવા મળે છે ત્યારે આ નેતાએ કહ્યુ હતુ કે, કદાચ રાહુલ ગાંધી વિચારતા હશે કે અમે બધા બેકાર છે અને તેમના જ સલાહકારો બધુ સારી રીતે જાણે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.