પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો વિરુદ્ધ ષડયંત્ર કારી ઘટનાઓ ચાલુ છે. ઇસ્લામાબાદમાં હિન્દુ મંદિરના નિર્માણના વિવાદ પછી હવે લાહોરના નૌલખા બજારમાં ગુરુદ્વારા શહીદી અસ્થાનને મસ્જિદમાં ફેરવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે માહિતી આપી છે કે આ અંગે ભારતે પાકિસ્તાનને ફરિયાદ કરી છે અને આકરો વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જલ્દીથી કડક પગલા ભરવાની માંગ પણ કરવામાં આવી છે.
શ્રીવાસ્તવે કહ્યું છે કે, “લાહોરના નૌલખા બજારમાં ભાઈ તારુસિંહ જીના શહીદ સ્થળ પર મસ્જિદ શહીદ ગંજના નામનો દાવો કરનારી ઘટના અંગે સોમવારે પાકિસ્તાનના હાઇ કમિશનમાં સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે.” તેને મસ્જિદ બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે ગુરુદ્વારા શહીદી અસ્થાન ભાઈ તારુ જી એક ઐતિહાસિક ગુરુદ્વારા છે જ્યાં ભાઈ તારુ જીએ વર્ષ 1745 માં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. ગુરુદ્વારા શીખ લોકો માટે શ્રધ્ધા અને આસ્થાનું પવિત્ર સ્થળ છે. ભારત આ ઘટનાથી ચિંતિત છે. પાકિસ્તાનમાં લઘુમતી શીખ સમુદાય માટે ન્યાયની માંગ કરવામાં આવી છે. ભારતે તેની ચિંતા વ્યક્ત કરી છે.
કડક કાર્યવાહી કરવાની માંગ
શ્રીવાસ્તવે કહ્યું છે કે ભારતે આ ઘટના અંગે પોતાની ચિંતા સખત શબ્દોમાં વ્યક્ત કરી છે અને પાકિસ્તાનને આ મામલાની તપાસ કરવા જણાવ્યું છે. સાથે જ તેમણે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે. પાકિસ્તાનને લઘુમતી સમુદાયોની સલામતીનું ધ્યાન રાખવા, તેમના ધાર્મિક અધિકાર અને સાંસ્કૃતિક વારસોનું રક્ષણ કરવા કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.