108ની એમ્બ્યુલન્સને (Ambulance) કારણે અનેક લોકોનાં જીવ બચ્યાં છે તો તેની બેદરકારીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં પણ છે તેવું કહી શકાય. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં (Vijay Rupani) માસીનાં દીકરા અનિલભાઇ સંઘવીનું મૃત્યું 4 ઓક્ટોબરનાં રોજ નીપજ્યું હતું. જેમાં 108ની એમ્બ્યુલન્સ મોડી આવતા તેમનો જીવ ગયા હતો. આ સમગ્ર હકીકત ધ્યાનમાં આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તરત જ કલેક્ટરને તપાસનાં આદેશ આપ્યાં છે.
45 મિનિટ 108 મોડી આવી
આ મામલે મળતી માહિતી પ્રમાણે સીએમ રૂપાણીનાં માસિયાઇ ભાઇ અનિલભાઇને શ્વાસની બીમારી થતા પરિવારે 108ની એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પહેલા તો 15થી 20 મનિટ સધુી તેનો ફોન વ્યસ્ત આવતો હતો. જે બાદ લેન્ડલાઇન પરથી ફોન લગાવતા વાત થઇ હતી. જેમાં પણ ઓપરેટરે સરનામું સમજવામાં ભૂલ કરી હતી. જેના કારણે 108ની એમ્બ્યુલન્સ બીજા જ કોઇ એડ્રેસ પર જતી રહી હતી. જે પછી એમ્બ્યુલન્સ 45 મિનિટ મોડી ઘરે પહોંચી તો હતી પરંતુ તેમાં ઘણી જ વાર થઇ ગઇ હતી અને અનિલભાઇનું મૃત્યું નીપજ્યું હતું.
તપાસનાં આદેશ
સીએમ વિજય રૂપાણી મંગળવારે એટલે ગઇકાલે તેમના માસિયાઈ પરિવારને સાંત્વનાં આપવા ગયા હતાં.જ્યાં આ આખી હકિકત સામે આવતાં તેમણે કલેક્ટરને તપાસનાં આદેશ આપ્યાં છે. આ ઉપરાંત ભવિષ્યમાં આવું અન્ય કોઇની પણ સાથે ન થાય તેવી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.