- કોરોના મહામારીમાં સરકાર દરેક વસ્તુ પર સંવેદનશિલ નિર્ણયો લઈ રહી છે. લોકોને મુશ્કેલી અને પરેશનાની ન થાય તેનું ધ્યાન રાખી રહી છે. ત્યારે સરકારી કર્મચારીઓની સૌથી મોટી ચિંતા રિટાયરમેંટ પછી પેંશન મેળવવાની હોય છે. પેંશન શરૂ કરાવવા માટે કર્મચારીઓને સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે છે. મોદી સરકારે કોરોના વાયરસની મહામારીના સમયે રિટાર્યડ થઈ રહેલા કર્મચારીઓ માટે એક સારી શરૂઆત કરવામાં આવી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને રિટાયરમેંટ પછી કોઈપણ મુશ્કેલી કે ઓફિસોના ધક્કા ખાધા વગર પેંશન મળવાનું શરૂ થઈ જશે.
- કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શનના મામલામાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ કેન્દ્રીય સશસ્ર પોલીસ ફોર્સના માટે જરૂરી છે જે સતત એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હોય છે. જેના મુખ્ય કાર્યાલય, પગાર અને એકાઉન્ટ કાર્યાલય બીજી જગ્યાએ હોય છે. તેણ ક્હ્યું કે મોદી સરકારના સત્તામાં આવ્યા પછીથી પેંશન અને પેંશન વિભાગને નવું રૂપ આપવામાં આવ્યું છે. તેને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જેના પગલે તેનાથી સંબંધિત કર્મચારીએ કોઈ સમયનો બગાડ કે પછી રિટાયરમેન્ટના દિવસે જ પીપીએ આપી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.