દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે. ત્રણ મહિનામાં પહેલીવાર એવું થયું છે જ્યારે એક દિવસમાં ફક્ત 700 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આ દરમિયાન મુંબઈમાં સીરો સર્વિલાન્સ સ્ટડી કરવામાં આવી, જેમાં ખુલાસો થયો છે કે સ્લમ એરિયાનાં 57 ટકા અને બાકીનાં 16 ટકા લોકોમાં એન્ટીબૉડી ડેવલપ થઈ ગઈ છે, એટલે કે અનેક લોકો કોરોનાથી પ્રભાવિત થયા હતા. મુંબઈ સીરો સર્વિલાન્સ સર્વેની શરૂઆત 3 જૂનનાં કરવામાં આવી હતી. આ દરમિયાન અંદાજિત 8870માંથી 6936 નમૂના ભેગા કરવામાં આવ્યા હતા.
આ સર્વે સ્લમ એરિયા અને બિન-સ્લમ એરિયાનાં ત્રણ વિસ્તારો આર-નૉર્થ, એમ-વેસ્ટ અને એફ-નૉર્થમાં મધ્ય જુલાઈ સુધી કરવામાં આવ્યો. આ સર્વેમાં જાણવા મળ્યું કે કોરોનાનાં વધારે દર્દીઓ અસિમ્પટોમેટિક છે. બીએમસીએ કહ્યું કે હર્ડ ઇમ્યૂનિટી વિશે વધારે જાણકારી ભેગી કરવામાં આ સર્વે રિઝલ્ટ ઘણું કારગર સાબિત થશે. બીએમસી તરફથી વધુ એક સર્વે કરવાનો પ્લાન છે, જેનો ઉદ્દેશ સંક્રમણ ફેલવાની જાણકારી અને હર્ડ ઇમ્યુનિટી વિશે અભ્યાસ કરવાનો છે.
SARS-CoV2 સંક્રમણ માટે સીરોલૉજિકલ સર્વેને સંયુક્ત રીતે નીતિ આયોગ, બીએમસી અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો. સીરોલૉજિકલ સર્વેમાં સંક્રમણની વિરુદ્ધ એન્ટીબૉડીની વ્યાપકતાની તપાસ કરવા માટે વ્યક્તિઓનાં લોહી સીરમનો ટેસ્ટ કરવામાં આવ્યો. બીએમસીએ દાવો કર્યો કે સ્લમ એરિયામાં કોરોનાનો પ્રસાર સંભવિત રીતે વસ્તી ગીચતાનાં કારણે થઈ શકે છે. સ્લમ એરિયામાં તમામ લોકો સાર્વજનિક શૌચાલય અને પાણી જેવી સુવિધાઓનો ઉપયોગ કરે છે. જો કે બીએમસી અત્યારે હર્ડ ઇમ્યુનિટીને લઇને કોઈ ખાસ તારણ પર પહોંચી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.