મંદિર બનશે પછી જ આવીશ….1991 બાદ પહેલી વખત અયોધ્યા જશે પીએમ મોદી

અયોધ્યામાં બનનારા રામ મંદિરનો શિલાન્યાસ 5 ઓગસ્ટે થવાનો છે.પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત આ પ્રસંગે અયોધ્યા જવાના છે.

આ સંજોગોમાં પીએમ મોદીની પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોષી સાથે 1991ની તસવીર વાયરલ થઈ રહી છે.તે વખતે પીએમ મોદી રામ જન્મોત્સવ પ્રસંગે અયોધ્યા ગયા હતા.

એવુ કહેવાય છે કે, પત્રકારોને તે વખતે મોદીએ કહ્યુ હતુ કે, હવે જ્યારે રામ મંદિર બનશે ત્યારે હું ફરી અયોધ્યા આવીશ.સોશ્યલ મીડિયા પર પીએમ મોદીની 1991ની તસવીર પણ વાયરલ થઈ રહી છે.આ તસવીર ખેંચનાર ફોટોગ્રાફર મહેન્દ્ર ત્રિપાઠીનુ કહેવુ છે કે, તે વખતે મેં જ્યારે નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, હવે હું મંદિર બનશે ત્યારે જ અયોધ્યા આવીશ.

પીએમ મોદી વડાપ્રધાન તરીકેના પોતાના પહેલા કાર્યકાળમાં પણ અયોધ્યા ગયા નહોતા.જેના પગલે સવાલો પણ ઉભા થયા હતા.એવી અટકળો થઈ રહી હતી કે, પીએમ મોદી મંદિર નિર્માણ થશે પછી જ અયોધ્યા જવા માંગે છે.

અત્યાર સુધી પીએમ મોદીનુ અયોધ્યા નહીં જવાનુ કારણ ગમે તે હોય પણ અટકળો સાચી પડી છે અને પીએમ મોદી 29 વર્ષ બાદ અયોધ્યા જઈ રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.