રાજકોટ બાદ વડોદરામાં સીએમ રૂપાણીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓ અને ચૂંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, આરોગ્ય અગ્રસચિવ બેઠકમાં હાજર રહ્યા હતા. જે બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. અને લોકોને આગામી ઓગસ્ટ મહિનામાં તહેવારો ન ઉજવવા માટે અપીલ કરી હતી.
ગુજરાતમાં દરરોજ 20 હજાર ટેસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. સંક્રમણ ન વધે તે માટે નિયમોનું પાલન કરાવવું પડશે. સંક્રમણ વધુ હોય ત્યાં દરેક વ્યક્તિનું સર્વેલન્સ કરવામાં આવશે. ગણપતિ, તાજીયા, જન્માષ્ટમી ઘરે ઉજવવા માટે સીએમ રૂપાણીએ અપીલ કરી હતી. તો નવરાત્રિને લઈને આગામી સમયમાં વિચારણા કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
આ ઉપરાંત સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ડેવલપ કન્ટ્રીમાં પણ મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. વ્યાપક લોકજાગૃતિથી ઓછા લોકો સંક્રમિત થાય છે. સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તેવી બાબતને મંજૂરી નહીં આપવામાં આવે. અમદાવાદમાં 22 માર્ચે 1200 બેડની હોસ્પિટલની જાહેરાત કરી હતી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં હોસ્પિટલો શરૂ કરી છે. વડોદરામાં પણ બેડની સંખ્યા વધારવામાં આવશે. વેક્સિનની શોધ થાય ત્યાં સુધીની લડાઈ છે. લૉકડાઉન અને અનલૉકમાં જનતાએ સહકાર આપ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ 73% છે. ગુજરાતમાં વેન્ટિલેટર, દવાનો પુરતો જથ્થો છે. દેશમાં 24 કલાકમાં નવા 50 હજાર કેસ આવી રહ્યા છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઓછા કેસ છે. છેલ્લા 5 મહિનાથી કોરોનાની સ્થિતિ પર સરકારની નજર છે. આવતીકાલથી વડોદરામાં કોરોનાના ટેસ્ટ ડબલ થશે. ગુજરાતમાં દરરોજ 20 હજારથી વધુ ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરાને મુખ્યમંત્રી રાહતમાંથી વધુ રૂ.5 કરોડ ફાળવાશે. અને જોઈએ એટલા વેન્ટિલેટર ફાળવવામાં આવશે. સરકારી હોસ્પિ.માં વિના મૂલ્યે સારી સુવિધા મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.