ગુજરાત:આદોંલનકારી મહિપતસિંહ ચૌહાણ અને આ મશહૂર અભિનેત્રી પણ હવે AAP માં જોડાયા

{"source_sid":"9B8E2014-C3CC-4387-ABD9-983628308035_1596110636864","subsource":"done_button","uid":"9B8E2014-C3CC-4387-ABD9-983628308035_1596110555808","source":"other","origin":"unknown"}

2017 થી 2019 સુધી ખેડા જીલ્લાના લવાલ ગામના સરપંચ રહેલા અને આદોંલનકારી એવા મહિપતસિહ ચૌહાણ તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મની મશહુર અભીનેત્રી કિરણ આચાયઁ આજે વિઘીવત રીતે AAP માં જોડાયા

વિશ્વ પંચાયતી રાજ દિવસ જબલપુરમા 2018 માં સ્માર્ટ સરપંચ એવોર્ડ કેન્દ્રીય મંત્રી શ્રી પુરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં મહિપતસિહ ચૌહાણને સ્માચઁ સરપંચનો એવોડઁ પણ આપવામાં આવ્યો હતો

જૂન 2020 માં 5 જિલ્લાઓ અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યા.

તડીપાર કરવાનું કારણ કોરોના મહામારીમાં પ્રાઇવેટ કંપનીઓની સામે 2 મહિના સુધી જનઆંદોલન કરી 5 હજાર લોકોને કુલ આશરે 6 કરોડની સેલેરી અપાવી અને 150 જેટલા કર્મચારીઓને તેમની નોકરી અપાવી.

દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી તથા ગુજરાત પ્રભારી ગોપાલરાયજી એ જણાવ્યું હતું કે આજે જોડાયા ત્યારે વિડીયો કોન્ફરન્સ ના માઘ્યમથી જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મક્કમ રીતે આગળ વધી રહી છે ત્યારે મહિપતસિંહ ચૌહાણજી અને ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મોના મશહુર અભીનેત્રી કિરણ આચાર્યજીનું ગોપાલરાયજી દ્વારા ઝૂમ મિટિંગ દ્વારા ગુજરાત સહપ્રભારી સુરેશભાઈ કથૈટ, પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, વરિષ્ઠ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા તથા અન્ય કોર કમિટી સભ્યોની હાજરીમાં વિધવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા.

આ અંગે અભિવાદન કરતા ગોપાલરાયજીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના દિલ્હીમાં કરેલા કાર્યોની સુવાસ ગુજરાતના નવયુવાનો દ્વારા ગુજરાતની જનતાને પહોંચાડવામાં આવશે. વીજળી, પાણી, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કેજરીવાલજીની સરકાર ખૂબ સુંદર કાર્ય કરી રહી છે. તે જ સુવાસ આમ આદમી પાર્ટી ગુજરાતની ટીમ દ્વારા હવે ગામે ગામ પહોંચાડવામાં આવશે. ગોપાલભાઈ ઇટાલીયાને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે આખા ગુજરાતની જનતાને જાગૃત કરવાની જવાબદારી સોંપવામાં આવી. કિરણબેન આચાર્યને પ્રદેશ પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે

આ અંગે કિરણબેન આચાર્યે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટી અને કેજરીવાલની સરકાર દ્વારા દિલ્હીમાં કરેલ કાર્યો પ્રત્યે આકર્ષાયા છે અને જે રીતે કોરોના મહામારીમાં દિલ્હી સરકારે પ્રશંસનીય કામગીરી કરી છે તે ખૂબ સુંદર છે. આજે કેસમાં દિલ્હી દેશમાં આઠમા ક્રમાંકે પહોંચી ગયું છે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગુજરાતની જનતા, મહિલાઓ અને યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવા માટે પુરી તાકાતથી યોગદાન આપશે તેમજ મહિપતસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે જનસેવાની વિચારધારા સાથે કોઈ પાર્ટીની વિચારધારા મળતી હોય તો તે આમ આદમી પાર્ટીની વિચારધારા છે. જનતાની સાચી ચિંતા કેજરીવાલ સરકાર જ કરી શકે છે. આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે તેઓ આકર્ષિત થયા છે અને આમ આદમી પાર્ટીના બળથી જનસેવા કરવાની વધુ શક્તિ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.