ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં રાજ્ય બહાર જવા માટે અરજી કરી છે. જોકે, આ અરજીને કોર્ટે ફગાવી છે. આ પહેલાં કોર્ટે હાર્દિકને રાજ્ય બહાર ન જવાની શરતે જામીન આપ્યા હતા. ત્યારે આ અરજીનો કોર્ટમાં સરકારી વકીલે વિરોધ કર્યો હતો. જેથી તેની અરજીને ફગાવવામાં આવી હતી.
વર્ષ 2015માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત રેલી સમયે હાર્દિક પર નોંધાયેલા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને જામીન આપતા સમયે કોર્ટે શરત રાખી હતી કે તે ટ્રાયલ કોર્ટની પરવાનગી વિના ગુજરાતની હદ છોડી શકશે નહીં. આ શરત રદ કરવા માટે હાર્દિકે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.
અરજીના વિરોધમાં પોલીસ તરફથી સેશન્સ જજ બી.જે. ગણાત્રા સમક્ષ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટની રજૂઆત હતી કે આ કેસમાં સતત ગેરહાજર રહેવા બદલ હાર્દિક સામે ધરપકડ વોરંટ ઇશ્યુ થયું હતું અને ત્યારબાદ કોર્ટમાંથી ફરી જામીન મળ્યા હતા. અન્ય કેસમાં પણ તેની સામે ધરપકડ વોરંટ ઇશ્યુ થયા છે. તેથી જામીનની શરત રદ કરવાની અરજી મંજૂર ન કરવી જોઇએ. જે અંતર્ગત કોર્ટે હાર્દિકની અરજીને નામંજૂર કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.