રામ મંદિર ભૂમિપૂજન માટે કોઈ સીએમને આમંત્રણ નહીં, મહેમાનોના લિસ્ટ અંગે ગુપ્તતા

અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ માટે માત્ર યુપીના સીએમ યોગી આદિત્યનાથને છોડીને બીજા કોઈ સીએમને આમંત્રણ આપવામાં આવ્યુ નથી .

કાર્યક્રમનુ આયોજન કરી રહેલા રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રોના કહેવા પ્રમાણે 200 મહેમાનોનુ લિસ્ટ તૈયાર કરાયુ છે.જેમાં યોગીનુ નામ સામેલ છે પણ બીજા કોઈ સીએમને નહીં બોલાવવાનુ નક્કી કરાયુ છે.જેથી આમંત્રિતોની સંખ્યા વધે નહી.

જોકે આ મુદ્દે પણ રાજકારણ ગરમાઈ શકે છે.કારણકે મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરે અગાઉ ભૂમિ પૂજનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.એમ પણ શિવસેનાનો રામ મંદિર આંદોલન સાથે વર્ષો જુનો સબંધ રહ્યો છે.

બીજી તરફ 200 મહેમાનોના લિસ્ટ અંગે ગુપ્તતા વરતવામાં આવી રહી છે.સુરક્ષાના કારણે આમંત્રિતોના નામ જાહેર કરવામાં આવી રહ્યા નથી.આ નામ નક્કી કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ , રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, રામ મંદિર ઉચ્ચાધિકાર સમિતિની મહત્વની ભૂમિકા રહી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અયોધ્યાના ધારાસભ્ય, સાંસદ, મેયરને બોલાવાશે.જોકે રામ મંદિર સાથે જોડાયેલા ભાજપના ઘણા નેતા બાકાત રહી શકે છે.1991 અને 1992માં 6 ડિસેમ્બરે માર્યા ગયેલા કેટલાક કારસેવકોના પરિવારને પણ બોલાવવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.