અનલોક-3: LGએ કેજરીવાલ સરકારનાં આ બે નિર્ણયો પર મનાઇ ફરમાવી

દિલ્હીનાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલે શુક્રવારે આમ આદમી પાર્ટી સરકારને મોટો ઝટકો આપ્યો છે, ઉપરાજ્યપાલે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા અનલોક-3માં હોટેલ અને એક અઠવાડિયા માટે પ્રાયોગિક ધોરણે સાપ્તાહિક બજાર ફરીથી ખોલવાનાં નિર્ણય પર મનાઇ ફરમાવી છે.

ગુરૂવારે દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સરકારને અનલોક-3 ની નવી ગાઇડલાઇન્સ જારી કરતા રાજધાનીમાં સાપ્તાહિક બજારોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ટ્રાયલ પર ખોલવાનો નિર્ણય લીધો હતો.

જો બધુ સમુસુતરૂ ઉતરે તો તેને ફરીથી નિયમિત રીતે ખોલવાની વાત કહી હતી, તે સાથે જ સરકારે પહેલાથી હોટેલોને હોસ્પિટલો સાથે ડિલિંક કરતા સામાન્ય કામકાજ માટે મંજુરી આપી દિધી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે રાજધાનીમાં અર્થતંત્રને પાટા પર લાવવા માટે દિલ્હી સરકારે ઘણા મોટા નિર્ણય લીધા છે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન હેઠળ જીમ ખોલવામાં આવશે, રાત્રે દશ વાગ્યાથી તે સવારનાં પાંચ વાગ્યા સુધી લાગતો કર્ફ્યું હવે નહીં લાગે, દિલ્હીની હોટેલો હવે હોસ્પિટલો સાથે જોડાયેલી નથી.

એટલા માટે દિલ્હી સરકારે હોટેલોમાં સામાન્ય કામકાજ શરૂ કરવાની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે, પહેલાથી જ હોસ્પિટાલિટી સેવાઓની મંજુરી કેન્દ્ર સરકારે અનલોક-3 લાઇડલાઇન્સનાં અનુસાર આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.