બનાસકાંઠામાં 50 કરોડના મનરેગા કૌભાંડનો આક્ષેપ કરાયો છે. જિગ્નેશ મેવાણી-હાર્દિક પટેલનો સરકાર પર મોટો આક્ષેપ છે. જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે કહ્યું કે બાલિન્દ્રા ગામમાં 10 કરોડનું કૌભાંડ કરાયું છે.
યોજનાનું નામ : એમ.જી.એન.આર.ઈ.જી.એ. (MGNAREGA)
હાર્દિક પટેલ દ્વારા આક્ષેપો:
હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કર્યા કે સમૃદ્ધ ગુજરાતમાં મનરેગાનું રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું છે. અને મનરેગા હેઠળ ગરીબોના રૂપિયા લઈ લેવાય છે. બનાસકાંઠાના લોકો સાથે કૌભાંડ આચરાયું છે. હાર્દિક પટેલે કહ્યું કે લોકોના બેંક ખાતા ખોલાવી પૈસા ઉપાડી લેવાય છે. અને ભાજપ સમર્થક સરપંચ અને ટેકટીકલ ડેટા ઓફિસર (TDO) દ્વારા આ કોભાંડ આચરવામાં આવ્યું છે. એક ગામમાંથી 50થી 100 લોકોના ખોટા એકાઉન્ટ અને જોબકાર્ડ બન્યા છે.
જીગ્નેશ મેવાણી દ્વારા આક્ષેપો:
જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતા કહ્યું કે મનરેગા યોજના અંતર્ગત 200થી 250 દિવસ કામ અપાય છે. અને કોરોના મહામારીના કારણે દેશમાં 16થી 22 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે તેમને હાલમાં 100 દિવસ જ કામ આપવામાં આવે છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે બનાસકાંઠાના 300 ગામોમાં મનરેગાનું કૌભાંડ ચાલે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.