ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી રસોઈ ગેસની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. મે માં 162. 50 રૂપિયા સુધી તે સસ્તો થયો હતો. જૂનમાં સબસિડી વગરના એલપીજી સિલેન્ડર મોંઘો થયો હતો.
દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા બિન- સબ્સિડાઈજ્ડ એલપીજી સિલેન્ડરના ભાવ દિલ્હીમાં 594 રૂપિયા પર સ્થિત છે. અન્ય શહેરોમાં ઘરેલુ રસોઈ ગેસ સિલેન્ડરના ભાવ પણ સ્થિત છે.
જોકે જુલાઈ મહિનામાં 4 રૂપિયા સુધીની કિંમત વધારવામાં આવી છે. આ પહેલા જૂન દરમિયાન 14.2 કિલોગ્રામ પર સબસિડી વગરના એલપીજી સિલેન્ડર 11.50 રૂપિયા મોંઘુ થઈ ગયુ છે. ત્યારે મેમાં 162. 50 રૂપિયા સુધી તે સસ્તો થયો હતો.
આઈઓસીની વેબસાઈટ મુજબ દિલ્હીમાં એલપીજીના ભાવ ગત મહિના એટલે કે જુલાઈની સરખામણીએ સ્થિર રાખવામાં આવ્યા હતા. આ સમાચાર કોરોના મહામારીની વચ્ચે ગૃહિણીઓ માટે રાહત રૂપ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.