લોકોમાં ઘટી રહ્યો છે કોરોનાનો ડર, સ્ટ્રીટ ફુડથી લઈને રેસ્ટોરા સુધી જામવા લાગી લોકોની ભીડ

ચાટ, સમોસા, પાણીપુરીની દુકાનો ખુલવાથી લોકો જેટલા ખુશ છે તેટલા જ વેપારીઓ પણ આનંદિત

 

દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા ઘટવા લાગી છે. આ કારણે લોકોમાં પણ કોરોનાનો ડર ઘટતો જણાઈ રહ્યો છે. એક રીતે જોઈએ તો જિંદગી જાણે ધીરે ધીરે ફરીથી પાટે ચઢી રહી છે અને દિલ્હીની લિજ્જત પણ લોકોને ચઢવા લાગી છે. અનલોકમાં જેમ જેમ વેપાર, રોજગાર ફરી ચાલુ થવા લાગ્યા છે તેમ તેમ દિલ્હીમાં ખાણી પીણીની દુકાનો, રેસ્ટોરામાં લોકોની લાઈન લાગવાનું ચાલુ થઈ ગયું છે. અત્યાર સુધી જે લોકો કોરોનાના સંક્રમણના ડરથી બહારનું ખાવાનું ટાળી રહ્યા હતા તેઓ હવે ફરી ધીરે ધીરે ચટાકેદાર ભોજનની લિજ્જત તરફ પાછા વળવા લાગ્યા છે.

સ્ટ્રીટ ફુડ હોય કે પછી રેસ્ટોરા અને દુકાનો, ચાટથી લઈને મીઠાઈઓ સુધી બધી જ જાતના પકવાનોનો સ્વાદ લોકોને ફરી લલચાવવા લાગ્યો છે. આશરે ત્રણેક મહીનાના લાંબા લોકડાઉન બાદ દિલ્હીની લિજ્જત સામે લોકોની ધીરજનો બંધ હવે તૂટવા લાગ્યો છે. એક તરફ કોરોનાનો ડર પણ છે પરંતુ સ્વાદ અને લિજ્જતની સામે લોકો પોતાને રોકી પણ નથી શકતા.

લોકોના કહેવા પ્રમાણે હવે કોરોનાનો ડર ઘટી ગયો છે. હવે નવા કેસની સંખ્યા ઓછી થઈ ગઈ છે માટે ડર થોડો ઘટ્યો છે. તે સિવાય અનેક લોકોનું એમ પણ કહેવું છે કે બહું લાંબો સમય રાહ જોઈ લીધી અને હવે બહારનું ખાઈ-પી શકીએ છીએ પરંતુ સાથે જ સાવધાની પણ રાખવામાં આવે છે.

ચાટ, સમોસા, પાણીપુરીની દુકાનો ખુલવાથી લોકો જેટલા ખુશ છે તેટલા જ વેપારીઓ પણ આનંદિત છે. જૂન મહીનાથી જ અનેક રેસ્ટોરા અને દુકાન વગેરે ખુલી ગયું હતું પરંતુ ગ્રાહકો કોરોનાના ડરથી બહાર કશું પણ ખાતા ડરી રહ્યા હતા. પરંતુ હવે મોટી સંખ્યામાં લોકો આવી દુકાનોએ પાછા આવી રહ્યા છે જેથી વેપારીઓને પણ રાહત મળી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.