ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના જન્મ દિવસે તેમણે રાજ્યના IPS અધિકારીઓને જન્મ દિવસની ભેટ આપી છે, જેમાં રાજયના 74 IPSની બદલી સાથે પોલીસ તંત્રમાં ધરખમ ફેરફર કરાયા છે.
2 ઓગષ્ટના રોજ ગાંધીનગર સ્થાપના દિન અને મુખ્યમંત્રી વિજય રુપાણીના જન્મ દિવસ નિમિતે શનિવારે મોડી રાત્રે 74 IPS અધિકારીઓના બદલીના હુકમો કર્યા છે. ગુજરાત કેડરના 2006 બેચના 12 SP રેન્કના અધિકારીઓને DIGમાં બઢતી આપી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણૂક કરી છે. અમદાવાદ,ગાંધીનગર,વડોદરા અને બોર્ડર રેન્જના IGની બદલી પણ કરી છે. આ ઉપરાંત SPS કેડરના અધિકારીઓની પણ બદલીના હુકમો કર્યા છે.
જેમાં અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ, વડોદરા પોલીસ કમિશનર તરીકે આર બી બ્રહ્મભટ્ટ અને સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમરની નિમણુક થઈ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્પેશયલ પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સુરત પોલીસ કમિશનર તરીકે, સીઆઈડી ક્રાઈમના એડીજી ડો.સમશેર સિંઘની ટેક્નિકલ સર્વિસીસ અને એસસીઆરબીના એડીજી તરીકે અમદાવાદ શહેર વહીવટના સ્પેશયલ કમિશનર ડો. નિરઝા ગોત્રુ રાવની હોમગાર્ડના કમાન્ડન્ડ જનરલ તરીકે બદલી કરી છે.
હોમગાર્ડના કમાન્ડન્ડ જનરલ ટીએસ બીસ્ટની સીઆઈડી ક્રાઈમના ડીજી તરીકે બદલી કરી છે. સીઆઈડી ક્રાઈમના ડીજી સંજય શ્રીવાસ્તવની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.