સુરતના કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મામલે ત્યાંના રહેવાસીઓ અને તંત્ર વચ્ચે વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે ત્યારે આજે મોટી સંખ્યામાં રહીશો વિરોધ કરી રહ્યા હતા. જોકે ભૂખ હડતાલ દરમિયાન એક મહિલાની તબિયત પણ લથડતા મામલો ગરમાયો હતો. નોંધનિય છે કે, બિલ્ડર, મહાનગરપાલિકા અને પુરાતત્વ વિભાગની વચ્ચે સ્થાનિકો ઘર વિહોણા થઈ ગયા છે.
સૂરત ગોટાલાવાડી ટેનામેન્ટ ઇજાદારને બ્લેકલિસ્ટ કરવાનો મામલો હવે ગરમાઇ ગયો છે. ટેનામેન્ટના આ મામલે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને રહીશોની ભૂખ હડતાળ હાલમાં પણ યથાવત છે. અહિં તમને જણાવી દઇએ કે, છેલ્લા 3 દિવસથી મહાનગરપલિકાની કચેરી બહાર રહીશો બેઠા છે. આ મામલે મેયરએ ઇજાદારને બ્લેકલિસ્ટ કરી દેતા મેયરના વિરોધમાં લોકો બેઠા છે. સ્થાનિકો કોન્ટ્રાક પાછો આપવાની માંગ સાથે બેઠા છે. ભાડા મામલે કોન્ટ્રાક્ટર અને સ્થાનિકો વચ્ચે વિરોધ હતો પરંતુ કોન્ટ્રાક્ટરે સ્થાનિક લોકોને લખાણ આપવાની બાંહેધરી આપી છે.
આ આખા મામલાની વાત કરીએ તો વર્ષ 2018માં ગોટાલાવાડીના 1304 ઘરના રહીશોએ બિલ્ડર પાસે રીડેવલપમેન્ટના કરાર કર્યા હતા. રીડેવલપમેન્ટ સ્કિમ મુજબ 13 માળની ઈમારત બાંધવાનું નક્કી થયું હતું. આથી ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 પરીવારને દર મહિનાના 7000 લેખે ભાડુ ચુકવવાનું નક્કી કર્યું હતું. બિલ્ડર દ્વારા ગોટાલાવાડી ટેનામેન્ટ તોડી પાડ્યા બાદ નવો પ્લાન પાસ કરાવવા કોર્પોરેશનમાં ગયા ત્યારે વિટંબણાઓ શરુ થઈ ગઇ અને આખો પ્રોજેક્ટ સંકટમાં મૂકાઇ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.