નવી દિલ્હી : માર્ચ, 2017માં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) વિધાનસભામાં ભાજપનો જળહળતો વિજય થયો હતો. જે બાદમાં મુખ્યમંત્રી પદ માટે અનેક નામો વહેતા થયા હતા. પરંતુ બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ એ યોગી આદિત્યનાથનું નામ જાહેર કરીને તમામને ચોંકાવી દીધા હતા. યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ સમયે ગોરખપુરના સાંસદ તેમજ પાર્ટીના સ્ટાર પ્રચારક હતા. તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા ન હતા. મુખ્યમંત્રી તરીકેના અઢી વર્ષના શાસન બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે તેમની સીએમ બનવા સુધીની સફર વિશે વાત કરી હતી. યોગી આદિત્યનાથી News18 Networkના Editor-in-Chief રાહુલ જોશી સાથે આ મામલે ખાસ વાતચીત કરી હતી.
“હું સીએમ બનવાની રેસમાં ન હતો. પાર્ટીએ મને જે જગ્યાએ ચૂંટણી પ્રચાર કરવાનું કહ્યું હતું ત્યાં મેં પ્રચાર કર્યો હતો. 25મી ફેબ્રુઆરીએ તત્કાલિન વિદેશ મંત્રી સુષમા સ્વરાજે મને ફોન કર્યો હતો. સુષમાએ જણાવ્યું કે સંસદીય પ્રતિનિધિમંડળ પોર્ટ લુઈસની મુલાકાતે જઈ રહ્યું છે તો તમારે પણ જવું જોઇએ. મેં તેમને ત્યાં જવાની ના કહી હતી અને કહ્યું હતું કે હું ચૂંટણીના કામમાં જોતરાયેલો છું. સુષમા સ્વરાજે કહ્યું કે તમારે છઠ્ઠી માર્ચ પછી ત્યાં જવું જોઇએ અને અમારી ઇચ્છા છે કે તમે પ્રતિનિધિ મંડળની આગેવાની કરો. મેં ત્યારે કહ્યું હતું કે છઠ્ઠી માર્ચ પછી મારી પાસે સમય હશે આથી હું જઈશ.”
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાનું અંતિમ મતદાન આઠમી માર્ચ, 2018ના રોજ યોજાયું હતું અને 11મી માર્ચના રોજ મતગણતરી યોજવામાં આવી હતી.
“આઠમી માર્ચના રોજ હું દિલ્હી પહોંચી ગયો હતો. મારો પાસપોર્ટ પહેલા જ મોકલી દેવામાં આવ્યો હતો. 10મી માર્ચના રોજ મને સમાચાર મળ્યા કે વડાપ્રધાન કાર્યાલયે મારો પાસપોર્ટ પરત મોકલ્યો છે અને હવે મારે જવાની જરૂર નથી. બીજા દિવસે મતગણતરી હોવાથી મેં દિલ્હીથી ગોરખપુરની ફ્લાઇટ પકડી હતી. સુષમાજીએ મને પાછો ફોન કરીને કહ્યું હતું કે પીએમઓ (Prime Minister Office) તરફથી મારો પાસપોર્ટ પરત મોકલવામાં આવ્યો છે. તમારે મતગણતરીના દિવસે ઉત્તર પ્રદેશમાં રહેવાનું છે. ચૂંટણીમાં બીજેપીની ભવ્ય જીત થઈ હતી. 13મી તારીખી હોળી હોવાથી હું ગોરખપુરમાં રહ્યો હતો. હોળી પછી હું 16મી તારીખે સંસદીયદળની બેઠકમાં હાજર રહેવા માટે દિલ્હી ગયો હતો. હું ત્યાં અમિત શાહને મળ્યો હતો. અમે ચૂંટણી વિશે સામાન્ય વાત કરી હતી. આ સમયે અમિત શાહે મને કહ્યુ હતુ કે, ‘દિલ્હી છોડીને ન જતાં. આપણે વાત કરીશું’.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.