કોરોના વિશે મોટો ખુલાસો, જાણો શું કહ્યું ચીનથી ભાંગેલા વૈજ્ઞાનિકોએ…

ચીન પ્રસાશિત હૉન્ગ કૉન્ગથી ભાગીને અમેરિકા પહોંચેલી હૉન્ગ કૉન્ગ સ્કૂલ ઑફ પબ્લિત હેસ્થની સીનિયરર વાયરોલોજિસ્ટ ડૉ. લી મૈંગ યાને કહ્યું છે કે કોરોના વાયરસને ચીનની મિલિટ્રી લેબમાં બનાવ્યો હતો. આ દાવાથી આ ખતરનાક વાયરસ ચીનના વેટ માર્કેટથી ઉત્પન્ન થયેલા સંબંધિત ધારણાઓને ખતમ કરી દીધી છે.

સિનિયર વાઈરોલોજિસ્ટ ડો.લી. મેંગ યાનનો દાવો છે કે કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં ઉત્પન્ન થયો હતો. તેમણે આ ખતરનાક વાયરસની ઉત્પત્તિ ચીનના વેટ માર્કેટમાંથી થઈ છે તેવી ધારણાઓ વિશે પણ ઈનકાર કરી દીધો હતો. ચીને તેમના દાવાઓને નકારી દીધા છે.

ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની લેબમાંથી દૂર કરવામાં આવી

તાઇવાની સમાચાર એજન્સી લુડ પ્રેસ સાથેના લાઈવ સ્ટ્રીમ દરમ્યાન દરમિયાન, ડૉ. લી મેંગ યેને કહ્યું કે જ્યારે રોગચાળો ફેલાવવાનું શરૂ થયું, ત્યારે મેં સ્પષ્ટ મૂલ્યાંકન કર્યુ હતું કે આ વાયરસ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની લશ્કરી પ્રયોગશાળામાંથી આવ્યો છે. તેને છુપાવવા માટે, વુહાન વેઇટ માર્કેટની વાર્તા બનાવી દેવાઈ હતી.

અધિકારીઓએ રિપોર્ટ માનવાની ના પાડી દીધી

ડૉ.લી મેંગ યાને દાવો કર્યો કે જ્યારે તેમને આ માહિતી વરિષ્ઠ અધિકારીઓને આપી ત્યારે તેમણે તેને ગંભીરતાથી ના લેતા નજરઅંદાજ કરી દીધી. તેમણેદાવો કર્યો કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી માટે તેમના રિપોર્ટને નકારી દેવો મુશ્કેલ હશે.

ચીની શાસન દ્વારા ગાયબ થઇ જવાનો હતો ડર

તેમણે કહ્યું કે અમને પહેલેથી જ ખબર હતી કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની વિરૂદ્ધ બોલ્યા બાદ અમને ગમે ત્યારે ગાયબ કરી શકે છે. ઠીક એવું જ હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓની સાથે થઇ રહ્યું છે. આથી મેં તમામ માહિતીઓને એકત્રિત કરવાનું શરૂ કરી દીધું.

એપ્રિલમાં હોંગકોંગ છોડ્યા બાદ યુએસ શિફ્ટ થઈ

વાઇરોલોજીસ્ટ ડો.લી. મેંગ યાન એપ્રિલમાં હોંગકોંગથી યુ.એસ આવ્યા હતાં. તેઓ ચીની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ તેની ધરપકડથી ડરતો હતો. તેઓએ કહ્યું હતું કે તેઓ ચીની સરકારને ઉથલાવવા માટે ત્યાંના લોકોની મદદ કરતા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.