જાણો સચિન પાયલતને પાર્ટીમાં પરત ફરવા માટે કૉંગ્રેસે કઈ શરત રાખી…

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં રાજસ્થાનના સંકટ પર કહ્યું, ‘સચિન પાયલટે વાતચીત કરવા જરૂરથી સામે આવવું જોઇએ. તેઓ પોતાની પહેલા સ્થિતિ સ્પષ્ટ કરે ત્યારે જ તેમની વાપસીને લઇને કોઇ વાતચીત શક્ય થઇ શકે છે.’

કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાને પુછવામાં આવ્યું કે સચિન પાયલટ સામે કઠોર શબ્દોનો ઉપયોગ કરી ચૂકેલા અશોક ગેહલોત શું બીજી વખત બળવાખોરને સામેલ કરવા તૈયાર થઇ જશે? તેના જવાબમાં સુરજેવાલાએ કહ્યું હતું કે સરકાર તોડવાના પ્રયત્ન દરમિયાન ‘ભાવનાઓને ઠેસ’ પહોંચાડવાની વાત કહેવામાં આવી છે.

સુરજેવાલાએ કહ્યું કે ‘અશોક ગેહલોતજી પોતાની જવાબદારી સંભાળીને કામ કરી રહ્યાં છે.’ કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ભાજપની સાથે મળીને તેમની સરકાર તોડવાનો પ્રયત્ન દરમિયાન તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે, આ દરમિયાન તેમની તરફથી આપવામાં આવેલા નિવેદનોની ટીકાને વિરામ આપવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ જેસલમેર જ્યાં કોંગ્રેસ ધારાસભ્યોને એક હોટલમાં રાખવામાં આવ્યાં છે, ત્યાં મીડિયા સાથે વાતચીત કરતાં અશોક ગેહલોતે કહ્યું હતું તેમને બળવાખોરથી કોઇ સમસ્યા નથી પરંતુ જો પાર્ટી હાઇકમાન્ડથી માફી માંગે લે છે તો. સીએમ ગેહલોતે કહ્યું કે પાર્ટી હાઇકમાન્ડ જે પણ કહેશે તેનું તેઓ પાલન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.