અયોધ્યામાં ભૂમિ પૂજન પહેલા ટ્વિટર પર ભગવાધારી થયા MPના પૂર્વ CM કમલનાથ

કમલનાથે થોડા દિવસો પહેલા ટ્વિટ કરીને પોતે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું સ્વાગત કરે છે તેમ કહ્યું હતું

 

આવતીકાલે અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજન યોજાવાનું છે ત્યારે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ભગવાધારી બન્યા છે. કોંગ્રેસી નેતા કમલનાથે  પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર નવો ફોટો રાખ્યો છે. આ ફોટામાં તેઓ ભગવા વસ્ત્રમાં જોવા મળી રહ્યા છે. તેમણે પોતાના પ્રોફાઈ ફોટોને બદલી નાખ્યો છે.

મધ્ય પ્રદેશની સમૃદ્ધિ અને કલ્યાણ માટે કમલનાથ આજે હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે. સોમવારે તેમણે ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘પ્રિય દેશવાસીઓ, હું તમારા બધાની ઉન્નતિ અને સમૃદ્ધિ માટે કાલે સવારે 11 કલાકે હનુમાન ચાલીસાના પાઠ કરીશ. તમે બધા પણ પોત પોતાના ઘરે કે નજીકના મંદિર જઈને પ્રભુ હનુમાનજીની પૂજા કરો તથા મધ્ય પ્રદેશની સમૃદ્ધિ માટે કામના કરો તેવી વિનંતી છે… રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી.’

ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે થોડા દિવસો પહેલા ટ્વિટ કરી હતી અને પોતે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું સ્વાગત કરે છે તેમ કહ્યું હતું. કોંગ્રેસી નેતાએ પાર્ટીની લિંકથી આગળ આવીને એમ પણ કહ્યું હતું કે, દેશવાસીઓને આ પળની ઘણા દિવસોથી અપેક્ષા અને આકાંક્ષા હતી. રામ મંદિરનું નિર્માણ તમામ ભારતવાસીઓની સહમતિથી થઈ રહ્યું છે અને તે ફક્ત ભારતમાં જ સંભવ છે. ત્યાર બાદ કમલનાથે 4 ઓગષ્ટ એટલે કે મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરશે તેવી ઘોષણા કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.