મસ્જિદના શિલાન્યામાં મને કોઇ આમંત્રણ નહીં આપે અને હું જઇશ પણ નહીં : આદિત્યનાથ

વર્ષોથી જેની પ્રતિક્ષા જોવાઇ રહીં હતી તેનો આજે અંત આવ્યો. અયોદ્યામાં આજે રામ મંદિરનું ભૂમિ પૂજન સંપન્ન થયું. આ અંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરના અને અયોદ્યામાં મસ્જિદ નિર્માણ જેવા મુદ્દા પર ખુલીને પોતાના વિચાર રજુ કર્યા હતા. તેમણે કહ્યું કે મસ્જિદના શિલાન્યાસ પર મને કોઇ આમંત્રણ આપશે નહીં અને હું જઇશ પણ નહીં.

એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં યોગી આદિત્યનાથને સવાલ પુછવામાં આવ્યો કે રામ મંદિરના ભૂમિપૂજનમાં તમે તમામ ધર્મોના લોકોને આમંત્રણ આપ્યું અને તમામ લોકો આવ્યાં પરંતુ આવનારા દિવસોમાં અયોદ્યામાં મસ્જિદનું નિર્માણ થશે. ત્યારે તમે ત્યાં નહીં જાઓ એવી ચર્ચા થઇ રહીં છે.

તેના પર યોગી આદિત્યનાથે કહ્યું કે મારું જે કામ છે તે હું કરીશ. અને હું મારા કામને હંમેશા ફરજ અને ધર્મ માની ચાલું છે. હું જાણું છું કે મને કોઇ આમંત્રણ આપશે નહીં. માટે હું જઇશ પણ નહીં.

સુપ્રીમ કોર્ટે અયોદ્યામાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકદા પર યુપી સરકારે 5 ફેબ્રુઆરીએ અયોદ્યાથી 18 કિલોમીટર દૂર ધન્નીપુર તાલુકાના સોહાવાલમાં પાંચ એકર જમીન મસ્જિદ માટે ફાળવી હતી. અહીં મસ્જિદનું નિર્માણ થશે.

પ્રિયંકા ગાંધીના રામ બધાના છે નિવેદન પર યુપીના મુખ્યમંત્રીએ કહ્યું કે રામ બધાના છે, અમે પહેલાથી કહેતા હતા. આ સદ્દબુદ્ધિ પહેલા આવી જવી જોઇતી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.