શ્રેય હોસ્પિટલમાં મૃતકોના સ્વજન અને ઘાયલો માટે PM મોદી દ્વારા સહાયની જાહેરાત

– પરિવારજનોને 2 લાખ, ઇજાગ્રસ્તોને 50 હજાર સહાય અપાશે

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીઓના મોત નિપજ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગે તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કર્યા છે.

તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.