કહેવાનો વિકાસ: દેવાદાર રાજ્યોના લિસ્ટમાં ગુજરાત મોખરે, આપણા દરેકના માથે આટલાં રૂપિયાનું છે દેવું

વિકાસની ગુલાબી ગુલાબી વાતોમાં દેવું કાંટો થઈને ખુંચી રહ્યું છે. વિકાસનું ગણિત વ્યાજના આંકડા ખોરવી રહ્યાં છે. દેવાદાર રાજ્યોની યાદીમાં ગુજરાત છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. ભારત સરકારના રિપોર્ટ મુજબ માર્ચ 2020માં ગુજરાતનું દેવું 3.25 લાખ કરોડ થશે. વિકાસ એકલી આવકનો થોડો થાય? દેવાનો પણ થાય ને? ગુજરાત સરકારની કરવેરાની આવકો વધી રહી હોવા છતાં કેમ ખાદ્ય પડી રહી છે તે ખરેખર વિચારનીય છે. 

દેવાદાર રાજયમાં ગુજરાત છઠ્ઠા ક્રમે પહોચ્યું છે. રાજયની વાર્ષિક આવકના 19 ટકા જેટલું માતબર દેવું થઈ રહ્યુ છે. રાજ્યના દેવામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત 2020માં દેવામાં ડુબી જશે. દરેક ગુજરાતી માથે 51000નું દેવું લઈને જન્મશે.2020માં ગુજરાતનું દેવુ 3.25 લાખ કરોડ થઇ જશે. જ્યારે હાલ ગુજરાતનું દેવુ 2.97 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે 2020માં દરેક ગુજરાતીના માથે 51 હજાર રૂપિયાનું દેવું હશે. રાજ્યના વાર્ષિક આવકના 19 ટકા જેટલું દેવું છે. એટલે કે રાજ્યના દેવામાં સતત વધારો થઇ રહ્યો છે.

ગુજરાત કરોડોનું વ્યાજ ચુકવે છે

ગુજરાતના દેવાદાર બનવા અંગેની વાતનો ખુલાસો વિધાનસભામાં થયો હતો. 31 મે 2019 સુધી રાજ્યનું જાહેર દેવુ બે કરોડ, 40 લાખ 652 કરોડ રૂપિયાને આંબી ગયુ છે. વર્ષ 2017-18માં 17 હજાર 178 કરોડ અને વર્ષ 2018-19માં 18 હજાર 124 કરોડ રૂપિયાના વ્યાજની ચૂકવણી કરાઈ છે.

2004-17 દરમ્યાન ગુજરાતના લોકોની આવક એટલે કે રાજ્યની જીડીપી 9.2 ટકાના દરે વધી, પણ સરકારની કર આવક 14.19 ટકાના દરે વધી અને દંડ, ફી, ચાર્જ વગેરે જેવી બિન-કર આવક 17.26 ટકાના દરે વધી. આમ, લોકોની આવક વધી એના કરતાં સરકારની આવક બહુ વધી. ગુજરાત દેશમાં ઘણા વધારે વેરા નાખનારું રાજ્ય છે. છતાં સરકારના બજેટમાં ખાધ પોણા ત્રણ ગણી વધી રહી છે તે વિચારવા જેવુ છે. સરકારનું દેવું 2001-02માં 45,000 કરોડ હતું કે જે 2017-18માં 2.15 લાખ કરોડ થઈ ગયું. આમ, એક ગુજરાતી પર 35478નું દેવું થઈ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.