ભારે વરસાદને પગલે બેટમા ફેરવાઇ મહાનગરી મુંબઇ, જુઓ તસવીર

મહારાષ્ટ્રમાં કેટલાય વિસ્તારોમા છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હવે તો ભારે વરસાદના કારણે ઘર, દુકાનો, રેલ્વે સ્ટેશન, રસ્તા અને હોસ્પિટલમા પાણી ભરાઈ ગયા છે. જેથી તંત્રએ મુંબઇમા રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ભારે વરસાદને કારણે ઘણા વૃક્ષો પડી ગયા અને બિલ્ડીંગમા પાણી ભરાઈ ગયા છે.

સ્ટેડિયમની છત ઉડી ગઇ

ભારે વરસાદ અને પવનને કારણે ડીપાઇ પાટિલ સ્ટેડીયમની છત ઉડીને નીચે મેદાનમા પડી ગઇ હતી.

રસ્તાઓ વરસાદના પાણીથી ભરાઈ ગયા

બુધવારે મુંબઇમા કોલાબામા 46 વર્ષ પછી 12 કલાકમા 294 એમએમ વરસાદ પડયો. જેથી દક્ષિણ મુંબઇમા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા.

રસ્તા પર ગાડીઓ તરત જોવા મળી

વરસાદથી રસ્તાઓ પર ગાડીઓ પાણીમા તરતી જોવા મળી હતી.

ઘૂંટણસમા ભરાયા પાણી, લોકો લાચાર

લોકોના ઘર, દુકાનોમા પાણી ભરાઈ ગયા છે. જેથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે તેમજ ઘૂંટણ સુધીના પાણી ભરાવાના કારણે રોજબરોજનો સામાન લેવા જવા માટે મુશ્કેલી પડી રહી છે.

સેન્ટ્રલ લાઇન પર ફસાઈ ટ્રેન

ભારે વરસાદના કારણે ટ્રેન સેન્ટ્રલ લાઇન પર મસ્જિદ બંદર અને બાયકુલા સ્ટેશન વચ્ચે ફસાઈ ગઇ હતી.

પાણીમાં ડુબી ગઇ રેલ્વે લાઇન

ભારે વરસાદના કારણે રેલ્વે લાઇન સંપૂર્ણ રીતે પાણીથી ભરાઈ ગઇ હતી. સ્ટેશનની ચારે તરફ પાણી ભરાવાથી લોકો ફસાઈ ગયા હતા ત્યાર બાદ એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરીને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

હોસ્પિટલમા ભરાયા પાણી

વરસાદના કારણે હોસ્પિટલમા પાણી ભરવાના શરૂ થઇ ગયા હતા. આ ફોટોમા હોસ્પિટલના ઓફિસરો પાણીનો નિકાલ કરીને સફાઈ કરી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.