ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે દેશમાં આવતીકાલથી કિસાન રેલ શરૂ કરવામાં આવશે, જાણો રુટ અને સમય…

દેશમાં ખેડૂતોની આર્થિક સ્થિતિના સુધારને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 7 ઓગસ્ટથી કિસાન રેલ સેવા શરૂ કરી. આ નવા સેવામાં દેશના ઘણા રાજ્યોના ખેડૂતોને સીધો ફાયદો મળવાનો છે.

મહારાષ્ટ્રાથી બિહાર વચ્ચે દોડશે પ્રથમ કિસાન રેલ સેવા
જાણકારોનું કહેવું છે કે કિસાન રેલની શરૂઆત મહારાષ્ટ્રથી બિહાર વચ્ચે થઇ રહી છે. ભારતીય રેલવેએ પહેલી કિસાન રેલને મહારાષ્ટ્રના દેવલાલી રેલવે સ્ટેશન (Devlali Railway Station)થી બિહાર સ્થિત દાનાપુર રેલવે સ્ટેશન (Danapur Railway Station) સુધી ચલાવવાનો નિર્ણય કર્યો છે. 7 ઓગસ્ટના રોજ પહેલી કિસાન રેલ (First Kisan Rail) દેવલાલીથી દાનપુર પહોંચશે. કિસાન રેલ આ બે સ્ટેશનો વચ્ચે લગભગ 1519 કિમીનું અંતર લગભગ 32 કલાકમાં કાપશે.

કિસાન રેલનો રૂટ
દેવલાલી- નાસિક રોડ, મનમાડ, જલગાંવ, ભુસાવલ, બુરહાનપુર, ખંડવા, ઇટારસી, જબલપુર, સતના, કટની, માનિકપુર, પ્રયાગરાજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અને બક્સ રોકાશે. કુલ મળીને આ પહેલાં રૂટમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોને ફાયદો મળવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.